- બોગસ દસ્તાવેજો બનાવી 8.64 કરોડની કમર્શિયલ લોન લેવાઈ
- ઇટાનગરના નાહર લૂંગણ RTOના અધિકારી પણ સામેલ
- સમગ્ર મામલે ઇન્ટર્નલ ઇન્કવાયરી કરી બંને સેલ્સ મેનેજરને સસ્પેન્ડ કરાયા
સુરત: ઈર્શાદ પ્રધાન અને બીજા 19 આરોપીઓએ ભેગા થઈને ટાટા મોટર્સ તેમજ અશોક લેલન કંપનીના મોટા વાહનો કે જેનું મેન્યુફેક્ચરીંગ થયું જ નથી તેના બોગસ દસ્તાવેજો બનાવીને યસ બેંકની 53 બ્રાન્ચમાંથી 8.64 કરોડની કમર્શિયલ લોન લીધી હતી. તેમાંથી 5.25 કરોડની લોન ભરપાઈ કરવામાં આવી ન હતી, આ બાબતે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને ઈર્શાદ પટેલ સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન યસ બેન્કના સેલ્સ મેનેજર કેયુર ડોકટર અને ધવલ લીંબડની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: 2.27 કરોડનું બેંક લોન કૌભાંડ : બેન્ક મેનેજરની સંડોવણી, CIDએ 5 આરોપીની કરી ધરપકડ
DSAની સહીઓ પણ જાતે કરી લેતા હતા
આ કામમાં હજુ પણ એક વોન્ટેડ આરોપી રજની પીપલિયાની સાથે મળી વાહનોની લોનની પ્રોસેસ કરી હતી જે વાહનો અસ્તિત્વમાં જ નથી તેના ઉપર પેપર સેટ કરી રજની પીપળી અલગ-અલગ કસ્ટમર લાવી સેલ્સ મેનેજર કેયુર ડોકટર તેમજ ધવલ લીંબડને આપતા હતા આ બંને સેલ્સ મેનેજર તેમની યસ બેન્કના અલગ-અલગ લોન એજન્ટના કોડમાં વાહનોની ફાઈલ લોગી ન કરી જાતે જ એજન્ટના કોડના સિક્કા તેમજ DSAની સહીઓ પણ કરી લેતા ફાઇનલ કરી નાખતા હતા.
ઇટાનગરમાં આરટીઓ અધિકારી આ કૌભાંડમાં સામેલ
આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું હતું કે આ તપાસ ની અંદર દરેક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. RTOમાં જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે તે ઇટાનગરના નાહર લૂંગણ RTOના છે, ત્યાંના RTO અધિકારી આ કૌભાંડમાં સામેલ છે. આ સમગ્ર મામલે ઇન્ટર્નલ ઇન્કવાયરી પણ કરી છે અને બંને સેલ્સ મેનેજરને સસ્પેન્ડ પણ કર્યા છે.
આ પણ વાંચો:કચ્છમાં KDCC બેંક લોન કૌભાંડ, 8 સહકારી મંડળીની સંડોવણી, 26ની અટકાયત