ગુજરાત

gujarat

ETV Bharat / city

Indian Physically Challenged Cricket Team: બે ખેલાડીઓની ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં પસંદગી - ભારતીય દિવ્યાંગ ટીમના કૅપ્ટન

સુરતમાં ક્રિકેટ માટે એક ખુશીના આવ્યા છે. જેમાં બે ખેલાડીઓ યાહા પટેલ અને સમીર ચૌહાણની ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં(Indian Physically Challenged Team) પસંદગી કરવામાં આવી છે. જે આગામી 10થી 12 જૂન સુધી નેપાળ સામે આ મેચ રમાશે. યાહ્યા પટેલ સામરોદ ગામના ભૂતપૂર્વ સરપંચ(Former Sarpanch of the village) છે અને સમીર ચૌહાણ કેબલ ટીવી ટેકનિશિયન છે.

Indian Physically Challenged Cricket Team: બે ખિલાડીઓની ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી
Indian Physically Challenged Cricket Team: બે ખિલાડીઓની ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી

By

Published : Jun 7, 2022, 3:35 PM IST

સુરત:સુરત શહેરના બે ખેલાડીઓ યાહા પટેલ અને સમીર ચૌહાણની ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જે આગામી 10 થી 12 જૂન સુધી નેપાળ સામે ટી-20 મેચ રમાશે. ભારતીય દિવ્યાંગ ટીમના કૅપ્ટન(Indian Physically Challenged Captain) પણ યાહા પટેલ છે. આ સાથે જ સુરતના યોગેશ શિંદેની ટીમમાં ડિરેક્ટર અને વડોદરાના વિભા રબારીની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓ હાલમાં દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયાના(Physically Challenged Cricket Control Board of India) નેજા હેઠળ ક્રિકેટ રમી રહ્યા છે.

સમીર ચૌહાણ કેબલ ઓપરેટર તરીકે વર્ક કરે છે.

આ પણ વાંચો:world disable day 2021: જીવનના અનેક પડકારો ઝીલી ભારતનું નામ રોશન કરનાર દિવ્યાંગ ખેલાડી ભીમા ખૂટી વિશે જાણો...

લકવાગ્રસ્ત લોકોને ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા મળતું નથી -50 વર્ષીય યાહ્યા ખાન પઠાણ ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરતા પહેલા લાજપોર ગામ નજીકના સમરોદ ગામના સરપંચ હતાં. તે ભારત માટે આઠ આંતરરાષ્ટ્રીય મેચોમાં(Intranational Circlet Matches0 જોવા મળ્યો છે. જેમાં તેણે 135 રન બનાવ્યા અને વધુ 12 વિકેટ લીધી. સુરતનો અન્ય એક વિકલાંગ ખેલાડી(Surat Physically Challenged Player), સમીર ચૌહાણ એક ઓલરાઉન્ડર(all rounder player of Physically challenged ) છે જે ભારત માટે સાત વખત રમ્યો છે.

આ પણ વાંચો:શું તમે કોઈને એક હાથથી ક્રિકેટ રમતા જોયો છે? તો જોઈલો આ દિવ્યાંગની અદભૂત કળા

સમીર ચૌહાણ કેબલ ઓપરેટર તરીકે વર્ક કરે છે - ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન તરીકે પસંદગી પામનાર યાહાખાન પઠાણ 50 વર્ષના છે. તેઓ લાજપોર ગામ પાસે આવેલ સમરોદ ગામના ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે. તેઓ ભારતમાં અત્યાર સુધી 8 મેચ રમી ચુક્યા છે. તેમણે 135 રન કરી 12 વિકેટ પણ ઝડપી છે. જયારે સુરતના જ બીજા નંબરના ખેલાડી સમીર ચૌહાણ અત્યાર સુધીમાં સાત મેચ રમી ચુક્યા છે અને તેઓ ઓલરાઉન્ડર છે. તેમણે અત્યાર સુધીમાં 300થી વધુ રન બનાવી 13 વિકેટ ઝડપી છે. સમીર ચૌહાણ કેબલ ઓપરેટર તરીકે વર્ક કરે છે. તેમને ક્રિકેટ પ્રેક્ટિસ માટે ભાડેથી ગ્રાઉન્ડ ન મળતાં તેઓ 25 કિલોમીટર દૂર જઈને ક્રિકેટની પ્રેક્ટિસ કરી પાછા ઘરે આવી વર્ક પર જાય છે.

ABOUT THE AUTHOR

...view details