ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના વરાછામાં કારીગરની હત્યા કરી ભાવનગર ભાગી ગયેલા બે ઝડપાયા - surat updates

દસ દિવસ પહેલાં વરાછામાં રત્ન કલાકારની હત્યા કરવાના ગુનામાં બે આરોપીઓની વરાછા પોલીસે ભાવનગરમાં આઈસોલેશન સેન્ટરમાંથી ધરપકડ કરી છે. બંને આરોપી રેલ્વે પટરી પર ચાલતા-ચાલતા અંકલેશ્વર પહોચ્યા હતા અને ત્યાંથી લીફ્ટ લઈને ભાવનગર પહોચ્યા હતા. જ્યાં તેઓ કોવીડ કેર સેન્ટરમાં આશરો લીધો હતો.

સુરતના વરાછામાં કારીગરની હત્યા કરી ભાવનગર ભાગી ગયેલા બે ઝડપાયા
સુરતના વરાછામાં કારીગરની હત્યા કરી ભાવનગર ભાગી ગયેલા બે ઝડપાયા

By

Published : Jun 1, 2021, 1:55 PM IST

સુરત: વરાછા માતાવાડીના રંગનગરમાં હીરાના કારખાનામાં કારીગરની હત્યા કરનારા બે આરોપીને ભાવનગરથી વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે. બંને આરોપી રેલ્વે પટરી પર ચાલતા-ચાલતા અંકલેશ્વર પહોચ્યા હતા અને ત્યાંથી લીફ્ટ લઈને ભાવનગર પહોચ્યા હતા. જ્યાં તેઓ કોવિડ કેર સેન્ટરમાં આશરો લીધો હતો.

આ પણ વાંચો:ગોધરામાં જાહેરનામું ભંગ કરી જિમ ચાલવાત સંચાલક પર પોલીસે કરી કાર્યવાહી

પોલીસે 10 દિવસ બાદ ભાવનગરથી આરોપીને દબોચ્યો

દસ દિવસ પહેલાં વરાછામાં રત્ન કલાકારની હત્યા કરવાના ગુનામાં બે આરોપીઓની વરાછા પોલીસે ભાવનગરમાં આઈસોલેશન સેન્ટરમાંથી ધરપકડ કરી છે. આ ઘટના અંગે વધુ માહિતી મળી હતી કે કાળુભાઈ શિવાભાઈ બેલડિયાનું માતાવાડીમાં હીરાનું ખાતું છે. તેમને ત્યાં નરેશ વલ્લભ ઢાપા નોકરી કરતો હતો. નરેશે બિપીન અને માનસિંગને કાળુભાઈને ત્યાં નોકરીએ લગાવ્યા હતા. 18મી તારીખની રાત્રે નરેશની હત્યા કરીને બિપીન અને માનસિંગ નાસી ગયા હતા. પોલીસે 10 દિવસ બાદ ભાવનગરથી આરોપી બિપીન ઉર્ફ રાધે ધનજી મકવાણા અને માનસિંગ ઉર્ફ બાઘો ગોબરભાઈ ગોહિલને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો:અમદાવાદમાં લૂંટ કરતી ઉત્તરપ્રદેશની ગેંગના 4 સાગરીતો ઝડપાયા

17મી તારીખે નરેશે તેમને બ્લેડ મારવાની કોશિશ કરી હતી

આરોપીઓએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે નરેશે તેમને નોકરીએ રાખ્યા હોવાથી તે રૂબાબ કરતો હતો. તેમની પાસે રસોઈ અને સાફસફાઈનું કામ પણ તેમની પાસેથી કરાવતો હતો. 17મી તારીખે નરેશે તેમને બ્લેડ મારવાની કોશિશ કરી હતી. બિપીન અને માનસિંગ તેનાથી ત્રાસી ગયા હતા. તેથી બંનેએ નરેશની હત્યા કરી હતી. બંને કતારગામમાં એક જગ્યાએ રોકાયા હતા. બીજા દિવસે અખબારોમાં સમાચાર વાંચતા તેઓ ગભરાયા હતા. તેઓ રેલવે ટ્રેક પર ચાલતા-ચાલતા અંકલેશ્વર ગયા હતા. ત્યાંથી હાઈવે પર જઈ લિફ્ટ લઈ ભાવનગર પહોંચી એક કોવિડ આઈસોલેશન સેન્ટરમાં રોકાયા હતા. ત્યાં તેઓને જમવાનું મળી રહેતું હતું. જોકે, આખરે વરાછા પોલીસે બંને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details