ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં એક જ દિવસે બે અંગદાનની ઘટના, 10 વ્યક્તિઓને મળ્યા નવજીવન - Two organ donation in Surat

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલા ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા સૌ પ્રથમ વખત હૃદયને એક શહેરથી બીજા શહેરમાં પહોંચાડવામાં આવ્યું હતું. 57 વર્ષીય મહિલા બ્રેઈનડેડ થતા ડોનેટ લાઈફ સંસ્થાના મધ્યમથી પોતાના વહાલસોયા (Two organ donation in Surat )સ્વજનના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું હતું. જેથી તેજ દિવસે 10 લોકોને નવજીવન (Saved Ten People Lives) આપ્યું હતું.

સુરતમાં એક જ દિવસે બે અંગદાનની ઘટના, 10 વ્યક્તિઓને મળ્યા નવજીવન
સુરતમાં એક જ દિવસે બે અંગદાનની ઘટના, 10 વ્યક્તિઓને મળ્યા નવજીવન

By

Published : Sep 26, 2022, 8:59 PM IST

સુરતબ્રેઇનડેડ 46 વર્ષીય ભનુ ફિણવીયા અને 57 વર્ષીય મંજુબહેન કાછડિયા બ્રેઈનડેડ થતા બંને પરિવારોએ ડોનેટ લાઈફ સંસ્થાના મધ્યમથી પોતાના વહાલસોયા સ્વજનના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 10 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. છે.

ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીસુરતની વિનસ હોસ્પીટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પીટલનું 273 કિ.મીનું અંતર 90 મિનિટમાં કાપીને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ બાંસવાડા, રાજસ્થાનના રહેવાસી 57 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલા ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Gujarat State Aviation Infrastructure) કંપની લિ. (ગુજસેલ) દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વખત હૃદયને એક શહેરથી બીજા શહેરમાં પહોંચાડવામાં આવ્યું હતું.

બ્રેઈનડેડ માતાના અંગદાન સુરત મુકામે રહેતા મંજુબહેન વિઠ્ઠલ કાછડિયાને 23 સપ્ટેમ્બરના રોજ રાત્રે 7:00 કલાકે ખેંચ આવતા અને ઉલ્ટીઓ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરી. નિદાન માટે CT સ્કેન કરાવતા (CT scan for diagnosis) મગજની નસ ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. મંજુબહેનના પુત્ર શૈલેશ કાછડિયાએ ડોનેટ લાઈફના સ્થાપક (Founder of Donate Life) પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી પોતાની બ્રેઈનડેડમાતાના અંગદાન કરવાની ઈચ્છા (Organ donation of brain dead mother) વ્યક્ત કરી, અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવવા જણાવ્યું. તદ્દઉપરાંત મેડિકલ ડિરેક્ટર ડૉ. મેહુલ પંચાલે પણ મંજુબહેનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમસુરત મુકામે રહેતા, કામરેજમાં પ્લાસ્ટિક રીસાયક્લીનના (Recycle plastic in Comrage) દાણાના વ્યવસાય સાથે સંકળાયેલા ભનુ નાગજી ફિણવિયા 21 સપ્ટેમ્બર 2022ના રોજ બપોરે 3:00 કલાકે માથામાં દુઃખાવો અને બેચેની લાગતા તેઓને વિનસ હોસ્પિટલમાં ન્યુરો ફિઝિશિયન ડો. રાકેશ ભારોડીયા અને ડો. પરેશ પટેલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે MRI કરાવતા નાના મગજને લોહી પહોચાડતી નસોમાં (Veins that blood supply to the cerebrum)લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ડોનેટ લાઈફની ટીમે કિરણ હોસ્પિટલ પહોંચી મંજુબહેનના પતિ વિઠ્ઠલ, પુત્ર શૈલેશ તેમજ પરિવારના અન્ય સભ્યોને તેમજ વિનસ હોસ્પિટલ પહોંચી ભનુ નાગજી ફિણવીયાની પત્ની નયનાબહેન, પુત્ર ભાગ્ય અને પુત્રી કુંજલ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું હતું.

દર્દીઓને નવ જીવન આપોમંજુબહેનના પતિ વિઠ્ઠલ, પુત્ર શૈલેશ તેમજ પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા, આ એક ઈશ્વરીય કાર્ય છે, દરેક વ્યક્તિએ પોતાના બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવું જ જોઈએ, જેથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળી શકે. પુત્ર શૈલેશે જણાવ્યું કે મારા માતૃશ્રી બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે તેના અંગોનું દાન કરાવીને વધુ ને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવ જીવન આપો. મંજુબહેનના પરિવારમાં પતિ, પુત્ર અને ત્રણ પુત્રીઓ છે તેમના પતિ વિઠ્ઠલ કતારગામમાં આવેલ જૈન દિગંબર મંદિરના ગાર્ડનની દેખરેખ રાખવાનું કાર્ય કરે છે, પુત્ર શૈલેષની કતારગામ, લલીતા ચોકડી પાસે KSV સબમર્સીબલ પંપ નામની દુકાન છે, ત્રણેય પુત્રીઓ પરણિત છે.

અંગદાનનું મહત્વ શુ છે ભનુ નાગજી ફિણવીયાની પત્ની નયનાબેન, પુત્ર ભાગ્ય અને પુત્રી કુંજલે જણાવ્યું કે અમારો પરિવાર સમર્પણ ધ્યાન યોગ સાથે સંકળાયેલ છે. અંગદાન એક ઈશ્વરીય કાર્ય છે. ભનુની પુત્રી કુંજલ કે જે MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેને જણાવ્યુ કે મેડીકલના વિદ્યાર્થી તરીકે અંગદાનનું મહત્વ શું છે, તે હું સારી રીતે સમજુ છું. મારા પપ્પા બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે. એના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતુ હોઈ તો અંગદાન માટે આપ આગળ વધો. ભનુનો પુત્ર ભાગ્ય BSC ITના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે.

અંગદાનની જન જાગૃતિ માટેના પ્રયાસભનુ મૂળ ગાધકડા ગામના રહેવાસી છે, 26મી જુનના રોજ ગાધકડા પટેલ મિત્ર મંડળ સુરત દ્વારા નાનુ સાવલિયા (સુખરામ ગ્રુપ)ના અધ્યક્ષપણા હેઠળ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરી ગાધકડા ગામના લોકોમાં અંગદાનની જન જાગૃતિ આવે તે માટેનો પ્રયાસ નાનુસાવલિયાના માર્ગદર્શન હેઠળ ગાધકડા પટેલ મિત્ર મંડળ સુરત દ્વારા કરવામાં આવ્યો હતો. ગાધકડા ગામના રહેવાસી ભનુ નાગજી ફિણવીયાના પરિવારે પોતાના બ્રેઈનડેડ સ્વજનના અંગદાન કરી સમાજમાં અંગદાન જીવનદાનનો સંદેશો ફેલાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details