- સુરતના પુણા પોલીસને 5થી 6 વર્ષની બે સગી બહેનોને શોધવામાં મળી સફળતા
- બે બહેનો રમતા રમતા અચાનક જ ગુમ થઇ ગઇ હતી
- આ બે બહેનો શુક્રવારે ગુમ થઇ ગઈ હતી
સુરત : શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે 11 વાગે બે સગી બહેનો જે 5થી 6 વર્ષની છે તે ગુમ (missing) થઇ ગયાની ફરિયાદ આવી હતી. જે બાદ પુણા પોલીસના સર્વેલન્સ સ્ટાફ (Surveillance staff) તથા PCRના સ્ટાફ દ્વારા ઘરની આજુબાજુ આ બે બહેનોની તપાસ કરવામાં આવી હતી. ત્યાંના CCTV ફૂટેજ મળતા જ પોલીસ દ્વારા શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, રેલ્વે ટ્રેક પર, સહારા દરવાજા, સંજય નગર, મોટી પાર્કિંગમાં, ફૂટપાટ બધી જ જગ્યા ઉપર શોધખોળ કરવામાં આવી હતી. 15થી 20 જેટલા CCTV ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા. સાથે પુણા પોલીસ દ્વારા સોશિયલ મીડિયાની (Social media) પણ મદદ લેવામાં આવી હતી.
સુરતની બે ગુમ થયેલી બાળકીઓ મુંબઈના બાન્દ્રામાંથી મળી પોલીસ સ્ટેશન PI સહીત 60 પોલીસ કર્મીઓ શોધખોળમાં લાગ્યા
પુણા પોલીસ દ્વારા આ બે બહેનોને શોધવા માટે PI અને 5 PSI અને અન્ય 55 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશન તથા રૂલર પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. સાથે જ સોશિયલ મીડિયા (Social media) તથા રેડિયો માધ્યમ વગેરેની પણ મદદ લીધી હતી. પોલીસ દ્વારા અન્ય જિલ્લાઓમાં પણ બાળકીના CCTV ફૂટેજ મોકલી આપ્યા હતા.
આ પણ વાંચો : પિતાએ વિખૂટી પડેલી 16 વર્ષની પુત્રીને શોધવા લોકો પાસે કરી આજીજી
આ બે બાળકીઓ મળી મુંબઈના બાન્દ્રામાં
પુણા પોલીસના અર્ધા સ્ટાફે આખી રાત સુધી બાળકીની શોધખોળ કર્યા બાદ શનિવારે સવારે પુણા પોલીસને સાચી માહિતી મળી હતી કે, આ બે બાળકીઓ જેઓ 5થી 6 વર્ષની છે. તેઓ મુંબઈના બાન્દ્રામાં છે તેવી સાચી માહિતીના આધારે પુણા પોલીસનો એક સ્ટાફ મુંબઈના બાન્દ્રા ખાતે રવાના થઇ ગયો છે.
પોલીસની એક ટીમ બાળકીઓને લેવા માટે રવાના
પુણા પોલીસ સ્ટેશનના PI એમ.વી.ગરડીયાએ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ બે બાળકીઓ જેઓ પિતરાઈ બહેનો છે, જે 5થી 6 વર્ષની છે. તેમનાં પરિવાર દ્વારા શુક્રવારે રાતે 11 વાગે પોલીસ સ્ટેશન આવી અમને જાણ કરવામાં આવી હતી કે, અમારા ઘરની બે દીકરીઓ બપોર પછી ઘરે આવી નથી. જે બાદ આ બાળકીઓને શોધવા માટે આખા સ્ટાફને લગાવી દેવામાં આવ્યો હતો. શનિવારે સવારે જ અમારા સર્વેલન્સ સ્ટાફને સાચી માહિતી મળી હતી કે, આ બે બાળકીઓ મુંબઈના બાન્દ્રામાં છે. હાલ તો અમારી એક ટીમ તેમને લેવા માટે રવાના થઇ ગઈ છે.
આ પણ વાંચો : સુરતઃ પાંડેસરામાં છેલ્લા 13 દિવસથી એક કિશોરી ગુમ, પોલીસ શોધવામાં નિષ્ફળ રહી
બાળકીઓ આવશે ત્યાર બાદ જ સાચું જાણવા મળશે : PI
વધુમાં Etv Bharat દ્વારા એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, આ બે બાળકીઓ સુરતથી મુંબઈ એટલે 275 KM કેવી રીતે પહોચીં ત્યારે PI દ્વારા એમ જણાવવામાં આવ્યુ કે, હવે આ બે બાળકીઓ આવશે તો જ કંઈક ખબર પડશે. હાલ તો બે બાળકીઓ આવી જશે. તેઓના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. અમારા સ્ટાફ સાથે પરિવારમાંથી પણ એક વ્યક્તિને મોકલવામાં આવ્યો છે. જેથી આ બે બાળકીઓ ગભરાઈ નહીં અને પોતાને સુરક્ષિત અનુભવે. હવે બાળકીઓ આવશે ત્યાર બાદ જ સાચું જાણવા મળશે.