ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં વધુ બે ડોક્ટર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, અત્યાર સુધી 5 ડોકટર સંક્રમિત

સુરતમાં વધુ બે ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના મહિલા ડોક્ટર પાયલ ગોયલ તથા ખુશાલી શ્રોફનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બેન્ને ડોકટર ગાયનેક વિભાગમાં ફરજ બજાવે છે.

Etv bharat
Surat

By

Published : Apr 23, 2020, 7:10 PM IST

સુરત: સુરતમાં વધુ બે ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના મહિલા ડોક્ટર પાયલ ગોયલ તથા ખુશાલી શ્રોફનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બેન્ને ડોકટર ગાયનેક વિભાગમાં ફરજ બજાવે છે. સુરત શહેરમાં કુલ પાંચ ડોક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે. અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં એક ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા આઇસોલેશન વોર્ડમાં બનેલા લેબરરૂમમાં એક શંકાસ્પદ મહિલાને બે રેસીડન્ટ તબીબો દ્વારા ડીલેવરી કરાઈ હતી. ડિલિવરી બાદ બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી બંને રેસિડન્ટ તબીબોએ ત્રણ દિવસથી સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં રહ્યા બાદ આજે તેમનો બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કિરણ હોસ્પિટલ એક સપ્તાહ બંધ રહેશે

12 જેટલા મેડિકલ સ્ટાફને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી આ હોસ્પિટલ 24 એપ્રિલ થી 1 મેં સુધી બંધ રહેશે. OPD સહિતની તમામ ઇમરજન્સી સેવા બંધ રહેશે.

તારીખ 23 એપ્રિલ, સાંજે 5:30 કલાકે

નવા પોઝિટિવ કેસ 30
સુરત શહેરમાં 429
સુરત ગ્રામીણમાં 16
કુલ પોઝિટિવ 445

SMC કતારગામ ઝોનના આસિસ્ટન્ટ કમિશ્નર આર. એમ. ગામીતના ડ્રાઇવરનો કોરોનાનો રિપોર્ટ આવ્યો છે . જેથી આસિ. કમિ. ગામીતને પણ હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે.

આ સાથે સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. કોરોના પોઝિટિવ હોમગાર્ડનો જવાન પીસીઆર વાન તેમજ અલગ અલગ વિસ્તારોમાં ફરજ બજાવી ચૂક્યો છે. જેથી અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હોમગાર્ડ જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડા માટે આ ચિંતાનો વિષય બની ગયો છે. તદુપરાંત સુરતમાં કોરોના પોઝિટિવનો આંક 445 જેટલો વટાવી જતા તંત્રની દોડધામમાં વધારો થયો છે.

માન દરવાજા વિસ્તારમાં કરફ્યુગ્રસ્ત વિસ્તાર હોવા છતાં લોકો લટાર મારતા જોવા મળ્યા, જે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે. ત્યારે સુરતમાં વધતા કેસોને લઈ આરોગ્યની ચિંતામાં વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details