- સુરત જિલ્લામાં એક પણ શેલ્ટર હોમ નથી
- જિલ્લામાં લાખોની સંખ્યામાં બહારના રાજ્યથી મજૂરો આવે છે રોજગારી માટે
- સુરત જિલ્લામાં પણ બનશે રેનબસેરાઃ આદિજાતિ પ્રધાન ગણપત વસાવા
- મિશન મંગલમ યોજના હેઠળ શેલ્ટર હાઉસ બનાવવામાં આવશે
સુરતઃ શહેર ઉપરાંત જિલ્લામાં પણ ઔદ્યોગિક વિકાસને પગલે અન્ય રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો રોજગારી અર્થે આવતા હોય છે. ખાસ કરીને નેશનલ હાઇવે નંબર 48ની આજુબાજુ પલસાણાથી લઈ કીમ, કોસંબા સુધી ઔદ્યોગીક વસાહતો આવેલી છે. અન્ય રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડીસા અને રાજસ્થાનથી રોજગારીની તલાશમાં અનેક પરિવારો હિજરત કરી આ ઔદ્યોગિક વિસ્તારોમાં રોજગારી મળે તે આશયથી આવતા હોય છે. મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા આ શ્રમજીવી પરિવારો રહેવાની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોય રોડના ફૂટપાથ અથવા તો રોડના કિનારે ખુલ્લી જગ્યામાં ઝૂપડા બનાવી ઠંડી, ગરમી કે પછી વરસાદની ઋતુમાં પણ પડી રહેતા હોય છે.
રેનબસેરા ન હોવાથી મજૂરો ફૂટપાથ પર સુવા મજબૂર
ગરીબોના ઉદ્ધારની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકાર જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં રેનબસેરા કે શેલ્ટર હોમ બનાવી શકી નથી. સુવિધાના અભાવે શ્રમજીવી પરિવારોએ મહિલા અને બાળકો સાથે ફૂટપાથ પર સુવાનો વારો આવે છે. ત્યારે કીમ નજીક બનેલી કરૂણ ઘટનામાં પણ ફૂટપાથ પર સુવા મજબૂર શ્રમજીવી પરિવારના 15 સભ્યોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
જિલ્લામાં એક પણ શેલ્ટર હોમ નથી