- ગુજરાતમાં અત્યારસુધીમાં 47 જેટલા હ્રદય દાનના કિસ્સાઓ બન્યા
- 36 જેટલા હૃદયદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતથી દાન કરવવામાં આવ્યા છે
- વર્ષ 2005થી ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ હતી
સુરત : વિશ્વ હાર્ટ ફેડરેશન દ્વારા દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે. જેથી રોગ અંગેની માહિતી લોકોને થાય અને લોકો જાગૃત થઈ શકે. હૃદયની બીમારી હાલના દિવસોમાં વધારે જોવા મળે છે. અનેક કિસ્સાઓમાં રોગીનું હૃદય ટ્રાન્સપોર્ટ કરવાની નોબત પણ આવે છે. આવા રોગીઓની મદદ એવા પરિવાર કરે છે જેમના સ્વજન બ્રાન્ડેડ થયા હોય અને તેમના હૃદયનું તેઓ દાન કરી કોઇને નવજીવન આપે છે.
સુરતમાંથી ગુજરાતના સૌથી વધુ હૃદય દાન થયા છે
વર્ષ 2005થી ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ હતી. જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી 47 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. જેમાંથી સૌથી વધુ હૃદય દાનના બનાવ સુરતમાં બન્યા છે. જે માટે તેઓ સુરતની ડોનેટ લાઈફ સંસ્થામાં જાય છે. આ સંસ્થા બ્રેન્ડેડ વ્યક્તિના પરિવારને કાઉન્સલીંગ કરી તેમને ઓર્ગન ડોનેશન મહત્ત્વ સમજાવે છે. તેમના કાઉન્સલીંગના કારણે પરિવાર સ્વજનના ઓર્ગન ડોનેટ કરવા માટે તૈયાર થતા હોય છે. આ જ કારણ છે કે, સુરતમાંથી ગુજરાતના સૌથી વધુ હૃદય દાન થયા છે.
સૌથી નાની ઉંમરના બાળકના હૃદય ટ્રાન્સપાલન્ટની સૌ પ્રથમ ઘટના
ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, દાન કરવામાં આવેલા હૃદયમાંથી 22 મુંબઈ, 7 અમદાવાદ, 5 ચેન્નાઈ,1 ઇન્દોર અને 1 દિલ્હીની હોસ્પિટલમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. સુરતમાંથી જે હૃદય દાન કરવામાં આવ્યા છે, એમાંથી એક 14 માસના બાળકનું હૃદય મુંબઈની એક સાડા ત્રણ વર્ષની દીકરીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. વર્ષ 2017માં જે હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, એ પશ્ચિમ ભારતમાં સૌથી નાની ઉંમરના બાળકને અંગદાન અને સૌથી નાની ઉંમરના બાળકના હૃદય ટ્રાન્સપાલન્ટની સૌ પ્રથમ ઘટના હતી.
2020માં જશ નામના એક અઢી વર્ષના બાળકના અંગદાન કરાયા હતા