ગુજરાત

gujarat

ETV Bharat / city

ઇતિહાસમાં પ્રથમવાર જેલમાં કેદીઓ દ્વારા યોજાઈ યાત્રા જે જાગૃત કરશે રાષ્ટ્રીય ભાવના - સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ

દેશભરમાં આજે અમૃત મહોત્સવની Azadi ka Amrut Mahotsav ઉજવણીના ભાગરૂપે 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઈતિહાસમાં પ્રથમ વખત જેલમાં તિરંગા યાત્રાનું આયોજન શક્ય બન્યું તે એકમાત્ર સુરતની લાજપોર સ્થિત સેન્ટ્રલ જેલ Lajpore Central Jail Surat છે. જેમાં કેદીઓ દ્વારા રાષ્ટ્રવાદ જાગૃત કરવા અને કેદીઓમાં દેશભક્તિ કેળવવા કેદીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇતિહાસમાં પ્રથમવાર દેશની કોઈ જેલમાં કેદીઓ દ્વારા યોજાઈ યાત્રા જે જાગૃત કરશે રાષ્ટ્રીય ભાવના
ઇતિહાસમાં પ્રથમવાર દેશની કોઈ જેલમાં કેદીઓ દ્વારા યોજાઈ યાત્રા જે જાગૃત કરશે રાષ્ટ્રીય ભાવના

By

Published : Aug 15, 2022, 7:35 PM IST

સુરત આઝાદીના ઇતિહાસમાં પ્રથમ વખત દેશની કોઈ જેલમાં કેદીઓની તિરંગા યાત્રા Tiranga Yatra of Jail Prisoners યોજાઈ હતી. જેમાં 500થી વધુ તિરંગા સાથે અનેક કેદીઓ જોડાયા હતા. કેદીઓમાં તિરંગા પ્રત્યે માનસન્માન વધે તથા રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તે હેતુથી તિરંગા યાત્રાનું Har Ghar Tiranga Campaign આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોસેન્ટ્રલ જેલના કેદીઓ બન્યા 'કળા'કાર, કામગીરી જોઈ લોકો થયા આશ્ચર્યચકિત

જેલનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું શહેરના લાજપોરમાં આવેલા સેન્ટ્રલ જેલમાં Tiranga Yatra in Surat Central Jail આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા Har Ghar Tiranga કાર્યક્રમ અંતર્ગત અત્રેની જેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનોજ નિનામા સહેના માર્ગદર્શન હેઠળ અતુલ બેકરીના સૌજન્યથી આજરોજ કેદીઓ દ્વારા બેન્ડ સાથે 100 મીટર લંબાઈના રાષ્ટ્રીય ધ્વજ અને અન્ય 500થી વધુ રાષ્ટ્રધ્વજ Indian Independence Day સહિત જેલની અંદરના ભાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા દરમિયાન કેદીઓ દ્વારા ભારત માતાકી જય તથા વંદે માતરમના નારા સાથે સમગ્ર જેલનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.

આ પણ વાંચો1100 વર્ષ પૂર્વે આવેલા પારસી સમાજે વિશ્વમાં વગાડ્યો ડંકો

દેશ પ્રત્યે ત્યાગ તથા બલિદાનની ભાવના જાગૃત થાયભારત સરકાર, રાજ્ય સરકાર, તેમજ અધિકારી અને પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટ ડો. કે એલ રાવ સાહેબના સૂચના અને લાજપોર મધ્યસ્થ જેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક Deputy Inspector General of Police મનોજ નિનામા સાહેબના માર્ગદર્શન હેઠળ કેદીઓમાં તિરંગા પ્રત્યે માનસન્માન વધે રાષ્ટ્રીય ભાવના કેળવાય Cultivate national spirit અને દેશ પ્રત્યે ત્યાગ તથા બલિદાનની ભાવના જાગૃત થાય તે હેતુથી આ ભગીરથ પ્રયત્ન થકી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details