સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરમાં આ મહાપર્વને લઈ ભારે ઉત્સાહ છે. સાથે શહેરના અન્ય સંઘો, ઉપાશ્રયોમાં સવારે વ્યખ્યાન, બપોરે દેવવંધન બાદ સાંજે પ્રતિક્રમણ અને રાત્રિએ ભક્તિભાવના કરવામાં આવી રહ્યું છે. રત્નજડિત આંગીથી કરવામાં આવેલ શણગાર જોવા જેવું છે.
પર્યુસણના પર્વમાં દેરાસર, ઉપાશ્રય તથા સંઘોમાં ભક્તિમય કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે. પર્યુષણના આ દિવસોમાં પ્રભુ મહાવીરને આકર્ષક આંગીથી શણગારવાનો ભારે મહિમા હોય છે. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા શ્રી શંખેશ્વર પાશ્વનાથ જૈન દેરાસરમાં સંવત્સરી સુધી રોજે રોજ રેશમી દોરા, સોનુ, હીરા-માણેક, મોતીની આંગી કરવામાં આવે છે.
જૈન દેરાસરમાં સંવત્સરી સુધી રોજે-રોજ આંગી કરાશે પર્યુસણના સમયમાં દેરાસરોમાં કરાતી આંગીનું અનેરુ મહત્વ હોય છે. મહાવીર સ્વામીની વિવિધ પ્રકારની આંગી કરવામાં આવે છે, જેના દર્શન કરવા માટે જૈન સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. રેશમી દોરા, સોનુ, હીરા-માણેક અને મોતીથી આંગી જોવા જેવી હોય છે. જિનાલયોમાં કલાત્મક આંગીના દર્શન કરવા ભાવિકોની ભીડ જામશે દેરાસરોમાં રોશની, સુશોભન કરવામાં આવ્યા છે.
સાથો સાથ પ્રભુજીને દરરોજ મનમોહક આંગી પણ કરવામાં આવ્યું છે. શ્રાવક-શ્રાવિકાઓ દેરાસરમાં સેવા-પૂજાનો લાભ લેતા દર્શાય છે. ઉપવાસ,છઠ્ઠ,અઠ્ઠમ,અઠ્ઠાઈ વગેરે ઉપરાંત આયંબિલ,એકાસણા,બ્યાસણા, દેવદર્શન, ગુરૃવંદન ,જીનવાણી,સામાયિક, પ્રતિક્રમણ, ભક્તિભાવના વગેરેમાં જોડાઈને ભાવિકો આરાધના કરશે.