- સુરત ભાજપે આપી ગર્ભવતી મહિલાને ટિકિટ
- વૉર્ડ નંબર 14માં જયશ્રી મૈસુરીયાને ટિકિટ અપાઇ
- જયશ્રી મૈસુરીયાએ શહેર ભાજપનો આભાર માન્યો
સુરત : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બન્ને પોતપોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે ગુરૂવારે સુરત ખાતે ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા ઉમેદવારોના નામમાં એક એવી પણ મહિલાનો સમાવેશ થાય છે કે, જેમને હાલ ગર્ભવતી છે.
સુરતની મહિલાઓમાં ભારે ઉત્સાહનો માહોલ
ભાજપ દ્વારા ગર્ભવતી મહિલાને ટિકિટ આપવામાં આવતા સુરતની મહિલાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. આ મહિલા ઉમેદવાર નામ જયશ્રી મૈસુરીયા છે. જયશ્રી પણ હાલ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે, લોકોના સવાલ અને મારા જવાબ, હું કામ કરીને બતાવીશ અને મારા વિસ્તારના લોકોના ચહેરા પર હું એક સ્મિત જોવા માગું છું. જે તમને પણ જોવા મળશે.