- પોપોપ ગળી જતાં બાળક બેભાન થઇ ગયું હતું
- પરિવાર શોકમાં શોકની લાગણી જોવાં મળી
- ડોકટરે બાળકને મૃત જાહેર કર્યું હતું
સુરત : સુરતનાં ડિંડોલી વિસ્તારમાં આવેલ લક્ષ્મી નારાયણ નગરમાં રહેતા વિવેક શત્રુઘન શર્મા જે ફર્નિચરનું કામ છે. તેમનો 3 વર્ષનો પુત્ર શોર્ય જે પોપોપ પેટમાં ગળી ગયો હતો, જેનાં તેને ઝાડા ઉલટી થઈ હતી. ઉલ્ટી થતાં તેની માતાની નજર ગઈ કે ઉલટી સમયે શોર્યનાં અંદરથી પોપોપ નિકળ્યું હતું. જેનાં કારણે તરત બાળકને નજીકનાં લક્ષ્મી ક્લિનિકમાં બતાવ્યું હતું. ત્યાં ડોક્ટરે દવાઓ આપી ઘરે મોકલી આપ્યા હતા પરંતુ તે દવાની કોઇ જ અસર થઇ નહી. તેમજ બિજા દિવસે ઝાડા ઉલટી થતાં તે બેભાન થઈ ગયો હતો ત્યારબાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરે શોર્યને મૃત જાહેર કરતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ફર્નિચરનાં કામ સાથે જોડાયેલા છે
વિવેકનાં મોટાભાઈ સિદ્ધનાથે જણાવ્યું કે, આજે સવારે ફોન આવ્યો કે આવી ધટનાં બની છે. વિવેક આઠ મહિનાં પહેલા જ પરિવારને લઇ સુરત રહેવાં માટે આવ્યો હતો. તેઓ મૂળ બિહારનાં પટના જિલ્લાનાં વિક્રમ ગામના છે. તેઓ ફર્નિચરનાં કામ સાથે જોડાયેલા છે અને ભાડાનાં મકાનમાં રહી છે.