સુરતશહેરના ઉધના છત્રપતિ શિવાજી સ્કુલ (Udhana Chhatrapati Shivaji School) પાસે આવેલા જલારામનગરમાં રહેતા રમેશ દિલીપ રાવતોડે સાડીની દુકાનમાં ડીઝાઈનરનું કામ કરે છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ તેઓએ પોતાની બાઈક પોતાના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. આ દરમિયાન રાત્રીના સવા બે વાગ્યાની આસપાસ ત્રણ શખ્સો (Three people set fire to a parked Motorcycle) ત્યાં આવ્યા હતા. મોટરસાઈકલ પર જવ્લનશીલ પદાર્થ છાંટી (Throwing inflammable liquid motorcycle set on fire) આગચાપી દીધી હતી.
મોટરસાઈકલને જવ્લનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવાઈ, જે ઘટના CCTVમાં થઈ કેદ
સુરતના ઉધના જલારામ નગરમાં પાર્ક કરેલી મોટરસાઈકલને જવલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દેવામાં આવી હતી. અજાણ્યા ત્રણ શખ્સો (Three people set fire to a parked Motorcycle) રાત્રીના સવા બે વાગ્યાના આસપાસ ત્યાં આવી મોટરસાઈકલને આગ (set fire to a parked Motorcycle in Udhana Surat ) ચાંપી દીધી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે તેમજ આ મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યોઆ આગની ઘટનાને લઈને ત્યાં લોકો જાગી ગયા હતા.જે બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનાને લઈને સોસાયટીમાં લાગેલા CCTV ફૂટેજ તપાસતા તેમાં ત્રણ શખ્સો રાત્રીના સમયે આવી મોટરસાઈકલને આગ લગાડતા (Set fire to a parked Motorcycle in Udhana Surat ) હોવાનું દેખાઈ આવ્યું હતું. જેથી આ સમગ્ર મામલે રમેશે ઉધના પોલીસ મથકમાં (Udhna Police Station) ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉધના પોલીસે ગુનો નોધી તપાસ શરુ કરી છે.
આગ લાગી તેનું કારણ બહાર આવ્યું નથીમોટરસાઈકલમાં આગ લાગતા સોસાયટીના રહીશો જાગી ગયા હતા. આ આગને પગલે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. રહીશોએ ભેગા મળી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં મોટરસાઈકલ બળીને ખાખ થઇ ગયી હતી, તેમજ મોટરસાઈકલમાં ક્યાં કારણોસર આગ લગાડવામાં આવી તેનું કારણ બહાર આવ્યું નથી. આ સમગ્ર મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.