ગુજરાત

gujarat

By

Published : Jan 8, 2022, 7:49 PM IST

ETV Bharat / city

Three day exhibition In Surat: સુરત ખાતે SGCCIનું ત્રિદિવસીય એક્ઝિબિશન, યુરોપિયન મશીન બન્યું આકર્ષણનું કેન્દ્ર

સુરત ખાતે સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (Gujarat Chamber of Commerce and Industry) દ્વારા આયોજીત ત્રિદિવસિય એક્ઝિબિશન (Three day exhibition In Surat)માં યુરોપિયન મશીન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એક્ઝિબિશનનું ઉદ્ધાટન દેશના ટેક્સટાઇલ એન્ડ રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશે કર્યું હતું.

Three day exhibition In Surat: સુરત ખાતે SGCCIનું ત્રિદિવસીય એક્ઝિબિશન, યુરોપિયન મશીન બન્યું આકર્ષણનું કેન્દ્ર
Three day exhibition In Surat: સુરત ખાતે SGCCIનું ત્રિદિવસીય એક્ઝિબિશન, યુરોપિયન મશીન બન્યું આકર્ષણનું કેન્દ્ર

સુરત: સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (Gujarat Chamber of Commerce and Industry) દ્વારા ત્રિદિવસિય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ધાટન દેશના ટેક્સટાઇલ એન્ડ રેલવે રાજ્ય પ્રધાન (Minister of State for Textiles and Railways) દર્શના જરદોશના હસ્તે કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં સૌ પ્રથમ વખત યુરોપિયન મશીન પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે.

એક્ઝિબિશનમાં સૌ પ્રથમ વખત યુરોપિયન મશીન પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે.

ત્રિદિવસીયએક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું

સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ત્રીદિવસય એક્ઝિબિશન (Three day exhibition In Surat)નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ધાટન દેશના ટેક્સટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય પ્રધાન દર્શના જરદોષના હસ્તે કરવામાં આવ્યું છે. તે ઉપરાંત આ એક્ઝિબિશનમાં ચીફ ગેસ્ટ તરીકે આસામના બોડોલેન્ડ ટેરીટોરિયલ કાઉન્સિલિંગ (bodoland territorial council)ના પ્રમોદ બોરો ઉપસ્થિત રહ્યા હતા.

યુરોપિયન મશીન સહિતની મશીનરી પ્રદર્શનમાં મુકવામાં આવી

મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે ભારતમાં બનેલી ઘણી બધી ટેક્સટાઇલ મશીનરી મુકવામાં આવી છે.

આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગ (textile industry in surat)ને મળી રહ્યો છે અને આ એક્ઝિબિશનમાં આત્મનિર્ભર ભારતને પ્રત્સાહન આપવા માટે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે ભારતમાં બનેલી ઘણી બધી ટેક્સટાઇલ મશીનરી મુકવામાં આવી છે. સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ત્રિદિવસય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં સૌ પ્રથમ વખત યુરોપિયન મશીન મેન્યુફેક્ચર જેવી મશીનરી પ્રદર્શનમાં મુકવામાં આવી છે. આ મશીન 5,376 હુક્સ ધરાવતું હાઈ સ્પીડ રેપિયર વિથ જેકાર્ડ ઓટોમેટિક તોડીગ મશીન (rapier jacquard automatic spreading machine), ઓટોમેટિક ડ્રોઈંગ મશીન અને હાઈ સ્પીડ એરજેટ મશીન પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે.

મશીનમાં વધારે મેઇન્ટનન્સ આવતું નથી

મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે ભારતમાં બનેલી ઘણી બધી ટેક્સટાઇલ મશીનરી મુકવામાં આવી છે.

આ બાબતે યુરોપિયન મશીન મેન્યુફેક્ચરના ડારેક્ટરે જણાવ્યુ કે, "અમારી જે કંપની સ્વિસ કંપની છે તે 130 વર્ષ જૂની કંપની છે. અમે યુરોપમાં મશીન બનાવીએ છીએ. આ મશીનમાં વધારે પડતું મેઇન્ટનન્સ આવતું નથી. આમાં ગ્રીસિંગ, ઓઈલિંગ વધારે પડતું કરવામાં આવતું નથી. આ મશીનમાં લોડ ખૂબ જ લઇ શકાય છે. સ્પીડ હાઈ છે, જેને કારણે કસ્ટમરોને લાંબા સમય સુધી બેનિફિટ રહે છે. આ યુરોપિયન મશીનની ખાસિયતો છે. સુરતના લોકો જેટલું ટેક્નોલોજીનો ઉપયોગ કરશે-યુરોપિયન મશીન અપનાવશે તો તેમને બેનિફિટ રહેશે. તમે મશીનમાં જે લાઈવ જોવો છો તમારું મશીન એવું જ રહેશે તમારી આગળની પીઢી પણ કામ કરી શકે. યુરોપિયન મશીન લોકો 20 વર્ષ સુધી પણ ચલાવ્યા બાદ તેને સેકન્ડ હેન્ડ લઈને આવે છે અને તો પણ ચલાવે છે."

આ પણ વાંચો:Fire In Mota Borsara GIDC: મલાઈ દોરી બનાવતી કંપનીમાં લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન

સીટેક્ષનું આયોજન કરવામાં આવ્યું

વડાપ્રધાનનું સપનું છે કે દરેક ક્ષેત્રમાં વિકાસ થવો જોઈએ. આજે અહીં સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે સીટેક્ષનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઘણી બધી મશીનો લાગી છે. એમાં મશીનની સાથે ટેક્નોલોજીને કઇ રીતે આગળ લઈને જઇએ, આત્મનિર્ભર ભારતને કઈ રીતે સાકાર કરી શકાય તે બધું જ અહીં જોવા મળશે. સુરત બેન્ટ મેન્ટ ફાઈબરનું હબ છે. આજે વસ્તુમાં આગળ વધવા માટે સરકારે ઘણી બધી યોજનાઓ બનાવી છે, જેમાં પીએલ સ્કીમ યોજનાઓ ટેક્નોલોજીને લઈને આગળ જશે.

ઇસ્ટ અને વેસ્ટનો સંબંધ સારો રહેવો જોઈએ

કેન્દ્રીય પ્રધાન દર્શના બેન જરદોશે કહ્યું કે, આજે આપણી સાથે અહીં બોડોલેન્ડના ચીફ પ્રમોદ બોરો અમારી સાથે અહીં આવ્યા છે. આ સિલ્ક ખુબ જ સારી રીતે બનાવે છે. મલબારી સિલ્ક તેમની પ્રોડક્ટ છે. ગમછો બનાવી એ લોકો ત્યાં જ માર્કેટિંગ કરે છે. કઇ રીતે ફેબ્રિક બનાવવામાં આવે છે તે ટેક્નોલોજી જોવા માટે આજે તેઓ અહીં આવ્યા છે. વડાપ્રધાનનું સપનું છે કે દરેક ક્ષેત્રમાં વિકાસ થવો જોઈએ. આ વિકાસ માટે સારો મોકો મળ્યો છે. આ માટે પ્રમોદ તેઓ પોતાની આખી ટીમ સાથે સુરત આવ્યા છે.

આ પણ વાંચો:Escape of Expatriate Workers: કોરોનાના ડરથી સુરતના પરપ્રાંતીય શ્રમિકોએ પકડી વતનની વાટ, સુરત રેલવે સ્ટેશન પર જામી ભીડ

ABOUT THE AUTHOR

...view details