ગુજરાત

gujarat

ETV Bharat / city

ઇકોફ્રેન્ડલી સિલ્ક: રેશમના કિડાઓને માર્યા વિના સુરતમાં બને છે આ અનોખુ ફેબ્રિક - Ecofriendly Silk

ટેક્સટાઇલ સિટી સુરતમાં વિવિધ પ્રકારના યાર્ન મિક્સ કરી ફેબ્રિક તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધી કીડાને મારી તેના રેશમમાંથી સિલ્ક બનતું હતું પરંતુ હવે ઓસ્ટ્રીયનના વૈજ્ઞાનિકોએ દરિયાકિનારે વૃક્ષો ઉગાડી તેના પલ્પમાંથી રેશમ કાઢી લકસ નામનું યાર્ન બનાવવાનું શરૂ કર્યું છે. આ યાર્નમાંથી ઉત્પાદિત ફેબ્રિકની પશ્ચિમી દેશોમાં ખૂબ માંગ છે, તે જોતા હવે સુરતના ઉત્પાદકો દ્વારા યાર્ન આયાત કરી ફેબ્રિકસનું ઉત્પાદન શરૂ કરાયું છે. સુરતમાં હિંસા રહિત કૃત્રિમ વૃક્ષો દ્વારા ઉત્પન યાર્નનો વપરાશ વધી રહ્યો છે.

ઇકોફ્રેન્ડલી સિલ્ક
ઇકોફ્રેન્ડલી સિલ્ક

By

Published : Aug 14, 2021, 7:33 PM IST

Updated : Aug 14, 2021, 9:01 PM IST

  • સુરતમાં હિંસા રહિત કૃત્રિમ વૃક્ષો દ્વારા ઉત્પન યાર્નનો વપરાશ વધ્યો
  • યાર્નમાંથી ઉત્પાદિત ફેબ્રિકની પશ્ચિમી દેશોમાં ઉંચી માગ
  • લાકડાના પલ્પમાં મળતા કુદરતી સેલ્યુલોઝમાંથી બને છે યાર્ન

સુરત: ભારતમાં પ્રથમવાર સુરતના યાર્ન ઉત્પાદકો દ્વારા ઓસ્ટ્રેલિયાથી આયાત કરી વિગન સિલ્ક ફેબ્રિકસના ઉત્પાદનનો આરંભ કરવામાં આવ્યો છે. વિગન લકસ યાર્ન હિંસા રહીત હોવાની સાથે ઇકોફ્રેન્ડલી અને બાયોડિગ્રેડેબલ છે. અત્યાર સુધી આ પ્રકારના યાર્ન માટે સુરતના વેપારીઓ જે યાર્ન વપરાશ કરતા હતા તે કીડાને મારી તેના રેશમમાંથી સિલ્ક બનાવવામાં આવતું હતું. પરંતુ હવે ઓસ્ટ્રીયાના વૈજ્ઞાનિકોએ દરિયાકિનારે કૃત્રિમ વૃક્ષો ઉગાડી તેના પલ્પમાંથી રેશમ કાઢી લકસ નામનું યાર્ન બનાવવાનું શરૂ કર્યું છે. આ યાર્નમાંથી ઉત્પાદિત ફેબ્રિકની પશ્ચિમ દેશોમાં ખૂબ માંગ છે સુરતના વેપારીઓ માની રહ્યા છે કે આ યાર્ન 50 ટકા કરતા પણ સસ્તુ પડે છે.

ટેન્સેલ એક માનવસર્જિત ફાયબર છે જે મૂળમાં સંપૂર્ણપણે કુદરતી છે

સુરતમાં વર્ષોથી ઇમ્પોર્ટેડ યાર્નના કારોબાર સાથે સંકળાયેલી એક કંપની ઇમ્પોર્ટેડ બેમ્બર્ગ યાર્ન સહિતના વિવિધ યાર્નનો બિઝનેસ કરે છે. હવે કંપનીએ હિંસા રહિત ઇમ્પોર્ટેડ ટેન્સેલ લક્સ ફિલામેન્ટ યાર્ન અને ફેબ્રિક્સ સાથે કામ કરી રહી છે. કંપનીના સંચાલક આકાશ મારફતિયાએ માહિતી આપતા જણાવ્યું, ટેન્સેલ ફેબ્રિક્સ દુનિયાભરમાં પ્રસિધ્ધ સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીને નવી દિશા આપી શકે છે. ટેન્સેલ ફેબ્રિક્સ તેની સસ્ટેનિબિલિટી(ટકાઉપણા) માટે જાણીતું છે. ટેન્સેલ એક માનવસર્જિત ફાયબર છે, જે સંપૂર્ણપણે કુદરતી છે. તે લાકડાના પલ્પમાં મળતા કુદરતી સેલ્યુલોઝમાંથી બનાવવામાં આવે છે. ટેન્સેલ ફેબ્રિકસના ઉત્પાદનમાં વપરાતી નીલગિરી ટેન્સેલ ફેબ્રિકસ માટે વપરાતા ફાઇબરને લાયોસેલ કહેવામાં આવે છે. વિભિન્ન સિલ્ક યાર્ન કીડાને મારીને ઉત્પન્ન રેસમમાંથી થાય છે, જ્યારે આ કેળામાંથી મળતું ટેન્સેલ ફેબ્રિકસ, લાયોસેલ ફેબ્રિકસ તેમજ વિગન ફેબ્રિક્સ તરીકે પણ ઓળખાય છે.

રેશમના કિડાઓને માર્યા વિના સુરતમાં બને છે અનોખુ ફેબ્રિક

ટેન્સેલ આકર્ષક ચળકાટ ધરાવતા સુપર સોફટ ઇકો ફેબ્રિક્સ

સિલ્કી રેશમ જેવું ટેન્સેલ ફેબ્રિકસ સુપર સોફ્ટ છે અને તેની સુંદર ચમક મનમોહક છે. તે અન્ય ફાયબરની જેમ બ્રેથેબલ અને સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે. તે વિવિધ આકર્ષક રંગોમાં આવે છે. તેની વૈભવી અને આકર્ષક ચમક તેની મુખ્ય ગુણવત્તા છે, જે વર્સેટિલિટી આપે છે. અન્ય કુદરતી તંતુઓની જેમ ભેજ શોષક ટેન્સેલ ફેબ્રિકસ ત્વચા માટે અત્યંત નરમ અને સુખદ અનુભવ પ્રદાન કરે છે. ટેન્સેલ અન્ય સેલ્યુલોઝિક્સ અને પોલિઍસ્ટરની તુલનામાં નોંધપાત્ર રીતે વધારે શક્તિ દર્શાવે છે. પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ આ ઇકો ફેબ્રિકસ કુદરતી શ્વાસ લેવાની ક્ષમતા ધરાવે છે અને કપાસ કરતાં વધારે ભેજ શોષણ કરે છે. તેની ભેજ વ્યવસ્થાપન ક્ષમતાને લીધે ટેન્સલ એન્ટી બેક્ટેરિયલ પણ છે. તેની કોમળતાને કારણે તે અન્ય તંતુઓ સાથે સરળતાથી ભળી શકે છે. લાયોસેલનું અન્ય તંતુઓ સાથેનું મિશ્રણ ફિનિશ્ડ ફેબ્રિકસની વ્યાપક શ્રેણીમાં પરિણમે છે. તે મશીન વોશ અને ડ્રાઇ ક્લીન સંદર્ભે અનુકૂળ છે.

સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી સાથે સુસંગત

જાણીતા ગારમેન્ટ અને ફેબ્રિકસ ડિઝાઇનર આકર્ષક ચળકાટ ધરાવતા ટેન્સેલ ફેબ્રિકસનો ઉપયોગ વધારી રહ્યા છે. આગામી સમયમાં ટેન્સેલ ફેબ્રિકસ સિલ્કનો વિકલ્પ બની શકે છે. આકાશ મારફતિયાઍ વધુમાં જણાવ્યું હતું કે, સુરતના ફેબ્રિકસ ઉત્પાદકો અને વીવર્સ સાદા પાવરલૂમ અને હાઇસ્પીડ રેપિયર અને એરજેટ મશીન પર સરળતાથી ટેન્સેલ લક્સ ફિલામેન્ટ યાર્નમાંથી ફેબ્રિકસનું ઉત્પાદન કરી શકે છે. એક્સક્લૂસિવ ફેબ્રિકસ ઉપરાંત વેલ્યૂ ઍડિશન અને ઍમ્બ્રોઇડરી, ડિજીટલ પ્રિન્ટ, ડિઝાઇનર ગારમેન્ટ્સ અને ડ્રેસ, લહંગા માટે ટેન્સેલ ફેબ્રિકસનો ઉપયોગ થઈ શકે છે. સુરતમાં હાલમાં ટેન્સેલ યાર્નનો વાર્ષિક 20-25 ટન જેટલો વપરાશ છે.

ટેન્સેલનું અન્ય કુદરતી અથવા કૃત્રિમ ફાયબર સાથે મિશ્રણ

  • કપાસ- તાકાત ઉમેરે છે અને પ્રભાવ વધારે છે.
  • લિનન- ક્રીઝિંગ ઘટાડે છે અને લિનનની ક્ષમતાથી દૂર થયા વિના કોમળતા અને શક્તિ વધારે છે.
  • ઊન- નરમાશ અને સૂક્ષ્મતા સાથે સૌંદર્યમાં વધારો કરે છે.
  • પોલિઍસ્ટર/નાયલોન- કામગીરીમાં ઘટાડો કર્યા વિના આરામ અને શ્વાસ લેવાની ક્ષમતામાં વધારો કરે છે.
  • લાયક્રા- આરામ અને સરળતામાં વધારો કરે છે.
  • રેશમ- કપડાને વૈભવી બનાવે છે.

ટેન્સેલ ફેબ્રિક્સના વિવિધ ઉપયોગો :

  • ટેન્સેલ ફેબ્રિક્સ વધુ ટકાઉ, મજબૂત અને લાંબા સમય સુધી ચાલે છે. તે કરચલીઓ માટે સૌથી અનુકૂળ પ્રતિરોધક છે, જે તેને રમતગમતના વસ્ત્રો માટે તે અત્યંત યોગ્ય બનાવે છે. તેનો ઉપયોગ રેશમ, વાંસ અથવા મર્સેરાઇઝ્ડ કપાસ માટે પણ થઈ શકે છે.
  • ટેન્સલ ફેબ્રિક્સનો ઉપયોગ મહિલાઓના વસ્ત્રો, ડેનિમ, સૂટ વગેરેમાં થાય છે. પુરુષોના વસ્ત્રોમાં, તેનો ઉપયોગ ગોલ્ફ શર્ટ તરીકે થાય છે. તેનો ઉપયોગ ટુવાલ, ચાદર, ગાદી અને ગાદલાના કેસના ઉત્પાદનમાં પણ થાય છે. આ સાથે જ તેનો ઉપયોગ ઉત્તમ ગુણવત્તાના કપડાં, બ્લાઉઝ, સ્ટેક્સ, જિન્સ, શર્ટ અને સોફટ ડેનિમમાં પણ થાય છે.
Last Updated : Aug 14, 2021, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details