ગુજરાત

gujarat

ETV Bharat / city

આ વખતે કોંગ્રેસ 72 બેઠકો પર વિજય મેળવશે : દિનેશ કાછડીયા અને પપન તોગડિયા - local election news 2021

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. સુરતમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી મોડી રાત્રે બહાર પાડવામાં આવી હતી. નેતા પપન તોગડિયા અને પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા જે ફોર્મ ભરવા કલેકટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં ભલે કોંગ્રેસને 36 બેઠક મળી હોય પરંતુ આ વખતે કોંગ્રેસે 72 બેઠકો પર વિજય મેળવશે.

દિનેશ કાછડીયા અને પપન તોગડિયા
દિનેશ કાછડીયા અને પપન તોગડિયા

By

Published : Feb 7, 2021, 10:03 AM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
  • દિનેશ કાછડીયા અને પપન તોગડિયાનું નિવેદન
  • વર્ષ 2015માં ભલે કોંગ્રેસને 36 બેઠક મળી

સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. સુરતમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી મોડી રાત્રે બહાર પાડવામાં આવી હતી. જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા પપન તોગડિયા અને પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા જે ફોર્મ ભરવા કલેકટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં ભલે કોંગ્રેસને 36 બેઠક મળી હોય પરંતુ આ વખતે કોંગ્રેસે 72 બેઠક પર વિજય મેળવશે.


કોંગ્રેસ સુરતને શાંઘાઈ બનાવશે

વોર્ડ નંબર 5 થી ઉમેદવારી પત્રક ભરવા માટે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા અને પાલિકાના પૂર્વ વિપક્ષના નેતા પપન તોગડિયા પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં પ્રજા હાલાકી ભોગવી રહી છે. સત્તામાં આવ્યા બાદ પ્રોફેશનલ ટેક્સને વ્યવસાયવેરા અંગે કોંગ્રેસ લડત આપશે. ડુમસથી લઈને કામરેજ સુધીના રોડનો ડેવલપમેન્ટ કરવામાં આવશે તો આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ વિકાસના કામો પર જોર આપશે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ સુરતને શાંઘાઈ બનાવશે.

દિનેશ કાછડીયા અને પપન તોગડિયા
2015 થી પણ વધુ બેઠકો કોંગ્રેસ જીતીશે કોંગ્રેસ દિનેશ કાછડીયા અને પપન તોગડિયાએ વધુમાં કહ્યું કે, આ વખતે 2015 થી પણ વધુ બેઠકો કોંગ્રેસ જીતશે. ગયા વખતે પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસને 36 બેઠકો મળી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે કે આ બેઠક બમણી થશે અને 72 જેટલા કોંગ્રેસના ઉમેદવાર જીતશે.

ABOUT THE AUTHOR

...view details