- ભવિષ્યમાં કોરોનાના સ્ટ્રેનની ચકાસણી સુરતમાં જ થાય તેવી SMC દ્વારા તૈયારી
- જીનોમ સિક્વનસિંગ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે
- વાઇરસની ઘાતકતા અંગેની જાણકારી મેળવી શકાશે
સુરત : કોરોનાની બીજી લહેરમાં કોરોના વેરિએન્ટ જાણી શકાય એ માટે સુરત મહાનગરપાલિકા ( Surat Municipal Corporation ) દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના વેરિએન્ટ ( Corona variant ) જાણવા માટે અન્ય શહેરોના લેબમાં સેમ્પલ મોકલવા કરતા સુરતમાં જ વ્યવસ્થા ઊભી કરી કોરોના વેરિયન્ટ જાણી શકાય, એ માટે પરવાનગી લેવાની તજવીજ સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં સુરતમાં સાઉથ આફ્રિકન અને યુકે સ્ટ્રેન સુરતમાં જોવા મળ્યો હતો અને તેની તપાસ માટે સેમ્પલ ગુજરાત બહાર મોકલવામાં આવતા હતા, પરંતુ ભવિષ્યમાં કોરોનાના સ્ટ્રેનની ચકાસણી સુરતમાં જ થઈ રહે આ માટે સુરત મહાનગરપાલિકા ( Surat Municipal Corporation ) દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona)ને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ શરૂ કરાઇ
આ અંગે સુરત મહાનગરપાલિકા ( Surat Municipal Corporation )ના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona)ને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઓક્સિજન પ્લાન્ટ, બેડ કેપેસિટી, પિડિયાટ્રીક વોર્ડ, વેન્ટિલેટરની સુવિધા અને RT-PCR ટેસ્ટ સાથે જીનોમ સિક્વનસિંગ ( Genome sequencing virus ) માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સુરતમાં કોરોના વેરિયન્ટની તપાસ થાય એ અંગેની વ્યવસ્થા અને તૈયારીઓ કરાઇ