- સુરત જિલ્લામાં વધુ એક ગાર્ડ વગરના ATMમાં થઇ ચોરી
- તસ્કરો ગેસ કટરથી મશીન તોડી 8.90 લાખની ચોરી કરી ભાગી ગયા
- ચોરીની સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ
સુરત: માંગરોળ તાલુકાના વેલાછા ગામે આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કના ATM કેબિનમાં ચોરો ગેસ કટર લઈ ત્રાટકયા હતા અને માત્ર 13 મિનિટમાં જ 8.90 લાખની ચોરી (Robbery) કરી ભાગી ગયા હતા. ભાગતી વેળાએ ચોરીની કારમાં પંચર પડી જતા પોતાની કાર સાઈડમાં મૂકી ફરી ગામમાં આવ્યા હતા અને સ્થાનિકની ઇકો કાર લઈ ભાગી ગયા હતા. હાલ પોલીસ દ્વારા CCTVના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ATM કેબિનમાં પ્રવેશી મશીન જ ગેસ કટર વડે તોડી નાખ્યું
સુરત જિલ્લામાં વધુ એક ગાર્ડ વગરના ATM પર ચોરીની ઘટના બની હતી. માંગરોળના વેલાછા ગામે ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા 5થી6 શખ્સોએ સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ATMને નિશાન બનાવ્યું હતું અને ATM કેબિનમાં પ્રવેશી મશીન જ ગેસ કટર વડે તોડી નાખ્યું હતું અને 8 લાખ 90હજાર રૂપિયા ભરેલી સ્ટ્રે લઈ ભાગી ગયા હતા.
આ પણ વાંચો:પાટણમાં ATMમાં યુક્તિપૂર્વક ચોરી કરનારા બે શખ્સોની LCBએ કરી ધરપકડ