ગુજરાત

gujarat

ETV Bharat / city

બારડોલીમાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું - chori news

સુરત જિલ્લાના બારડોલીમાં તસ્કરોએ રવિવારે રાત્રે ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરો ઘરમાંથી રોકડા રૂપિયા અને અન્ય સામાન ચોરી કરી ગયા હતા.

તાળા તોડી ઘરમાં સામાન વેરવિખેર કર્યો
તાળા તોડી ઘરમાં સામાન વેરવિખેર કર્યો

By

Published : May 25, 2021, 12:27 PM IST

  • ત્રણ બંધ મકાનોને બનાવ્યા નિશાન
  • તાળા તોડી ઘરમાં સામાન વેરવિખેર કર્યો
  • એક ઘરમાંથી 8 હજાર રૂપિયા રોકડની ચોરી

સુરત:બારડોલીની બે સોસાયટીમાં રાત્રિ દરમિયાન ત્રણ મકાનોના તાળાં તૂટ્યા હતા. બંધ ઘરમાંથી તસ્કરો રોકડ અને દેવસ્થાનમાંથી મુર્તિ સહિતના પૂજાના સામાનની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

ત્રણ બંધ મકાનોને બનાવ્યા નિશાન

આ પણ વાંચો: જૂનાગઢ માંડલીયા જ્વેલર્સમાંથી ચોરી, 80 લાખથી વધુના સોનાની ચોરી

કોરોના કેસોમાં ઘટાડો થતા જ તસ્કરો થયા સક્રિય

કોરોનાના કેસોમાં ઘટાડો થતાં જ ઘરફોડ ચોરી કરતી ગેંગ બારડોલીમાં સક્રિય થઈ ગઈ છે. રવિવારે રાત્રે તસ્કરોએ શાસ્ત્રી રોડ નજીક આવેલી બે સોસાયટીઓમાં બંધ ઘરોને નિશાન બનાવ્યા હતા. રજનીગંધા સોસાયટીમાં 2 મકાનો અને નજીકમાં જ આવેલી શિવદર્શન સોસાયટીમાં 1 મકાનનું તાળું તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. રજનીગંધા સોસાયટીમાં યોગેશ પારેખના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. જેમાંથી અંદાજિત 8,000 જેટલા રોકડાની ચોરી થઈ ગઈ હતી. આ ઉપરાંત આ જ સોસાયટીમાં એક ઘરનું તાળું તોડી ઘરમાંથી પરચુરણ સામાન ચોરી કરી ગયા હતા.

આ પણ વાંચો: જૂનાગઢ પોલીસે 90 લાખ કરતા વધુની સોનાની ચોરીનો ભેદ ઉકેલ્યો

ભગવાનની મૂર્તિઓ પણ ચોરી

આ ઉપરાંત દેવસ્થાનને પણ છોડ્યું ન હતું અને તેમાંથી ભગવાનની મુર્તિ અને પુજાના સામાનની ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં બારડોલી પોલીસમાં ચોરી બાબતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. વધી રહેલી ચોરીની ઘટનાને લઈ સોસાયટીમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details