ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં હજામની દુકાનમાં પડી ધાડ, રોકડ સહિત કાતર અને હેર મશીનની પણ કરી ચોરી

સુરતના રણછોડ નગરમાં તસ્કરો હેર સલૂનની દુકાનનો પાછળનો દરવાજો તોડીને દુકાનમાં રહેલા 3000 રોકડ, કાતર, હેરકટ મશીન સહિતની સાધન સામગ્રીની ચોરી કરી ભાગી ગયા હતા. થોડા સમયથી થતી ચોરીઓમાં પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા દુકાન માલિકે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

સુરતમાં હજામની દુકાનમાં પડી ધાડ
સુરતમાં હજામની દુકાનમાં પડી ધાડ

By

Published : May 31, 2021, 5:23 PM IST

  • તસ્કરોએ કિમ પોલીસને વધુ એક પડકાર ફેંક્યો
  • હજામની દુકાનમાં તસ્કરો કાતર, હેર કટ મશીન સહિત રોકડ કરી ચોરી
  • પોલીસ દ્વારા નક્કર કામગીરી ન કરતા દુકાન માલિકે ફરિયાદ કરવાનું ટાળ્યું

સુરત: કિમ-કુદસદ વિસ્તારમાં ચોરી ઘટના છાશવારે બની રહી છે. ચોર ટોળકીને પકડવા કીમ પોલીસના હાથ ટૂંકા પડતા તસ્કરો પણ બેફામ બની ગયા છે. ત્યારે, રવિવારે કીમ પોલીસ સ્ટેશનની હદમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી હતી. તસ્કરો દ્વારા રાત્રીના 2 વાગ્યા આસપાસ કુદસદના રણછોડ નગરમાં આવેલા ત્રીમંત્ર કોમ્પ્લેક્સમાં આવેલી હેર સલૂનની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરો દ્વારા દુકાનનો પાછળનો દરવાજો તોડી દુકાનમાં પ્રવેશી ટેબલના ખાનામાં રહેલા 3000 રોકડની ચોરી કરી હતી.

સુરતમાં હજામની દુકાનમાં પડી ધાડસુરતમાં હજામની દુકાનમાં પડી ધાડ

આ પણ વાંચો:સુરતમાં ડ્યૂટી ચોરી કૌભાંડમાં કંપની સામે ED કરશે તપાસ, હવાલા કૌભાંડની આશંકા

દુકાનમાં રોકડ સહિતની અન્ય વસ્તુંઓ પણ ચોરી

તસ્કરોએ 3000 હજારની ચોરી કરી હોવા છતાં સંતોષ ન થતા દુકાનમાં રહેલી કાતર, હેરકટર મશીન, કેલ્ક્યુલેટર, ગ્રેન્ડર મશીન, પેન્ડ્રાઈવ, સહિતની સાધન સામગ્રીની પણ ચોરી કરી હતી. દુકાન માલિક સંદીપ સંતરામ શર્મા દ્વારા સવારે આવી દુકાન ખોલતા દુકાનમાં બધું વેરવિખેર પડ્યું હતું. આ બાદ, ટેબલના ખાના ચેક કરવામાં આવતા બધી વસ્તુ ચોરી થયાનું માલુમ પડ્યું હતું. જોકે, છેલ્લા સમયથી વિસ્તારમાં થતી ચોરીની ઘટનાઓમાં પોલીસ દ્વારા ખાસ કામગીરી ન કરવામાં આવતા દુકાન સંચાલક દ્વારા ફરિયાદ કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો:ભરબપોરે જ્વેલર્સની દુકાનના તાળાં તોડી 2.20 લાખના દાગીનાની ચોરી

ABOUT THE AUTHOR

...view details