- કતારગામમાં નીતિ જ્વેલર્સમાં ચોરીની ઘટના
- સોનાના કચરાથી ભરેલા થેલાઓની ચોરી
- આશરે 1.20 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી
સુરતઃકતારગામ હરિઓમ મીલની સામે શિવછાયા સોસાયટી નજીક રો હાઉસમાં રહેતા નરેન્દ્ર પ્રતાપભાઈ દેવાણી સ્થાનિક વિસ્તારમાં અવધ બિલ્ડિંગના પહેલા માળે નીતિ જવેલર્સ નામની ઓફિસ ચલાવે છે. ત્યારે 2 અજાણ્યા શખ્સોએ નીતિ જ્વેલર્સ ઓફિસને નિશાન બનાવી ઓફિસમાં પ્રવેશ્યા હતા. નરેન્દ્રભાઈની ઓફિસની પાછળ બહાર ગેલેરીમાં સોનાના ડસ્ટ ભરેલા પ્લાસ્ટિકના 10 જેટલા થેલાઓ પડેલા હતા. જેની ઉઠાંતરી કરી ફરાર થયા હતા.
આ પણ વાંચોઃસુરતના ગોડાદરા વિસ્તારની 5 દુકાનમાં ચોરી, ઘટના CCTVમાં કેદ