સુરત:સુરત એક એવું શહેર છે કે જેના હીરાની ચમક આખું વિશ્વ જાણે છે. ડાયમંડ જ્વેલરી વિશ્વને આકર્ષિત કરી રહી છે પરંતુ આ જ્વેલરી બનાવનારા લોકો ખૂબ જ ગરીબ અને સામાન્ય પરિવારથી આવનાર લોકો છે. ધોરણ 10થી પણ ઓછું ભણેલા કારીગરો આજે વિશ્વની સૌથી મોંઘી જ્વેલરી બનાવી રહ્યા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ભાગના કારીગરો પશ્ચિમ બંગાળથી આવેલા છે. બેરોજગાર અને ખેત મજૂરી કરનારા યુવાનોએ ક્યારે પણ વિચાર્યું નહોતું કે જ્યારે તેઓ સુરત આવશે ત્યારે હીરાની જેમ તેમની કિસ્મત પણ ચમકી જશે.
બેરોજગાર હતો હવે બોલિવૂડ સ્ટાર માટે બનાવે છે જ્વેલરી અમેરિકાની સૌથી સુંદર મહિલા માટે પણ આકર્ષણ ક્રાઉન બનાવી ચૂક્યા છે
આજે 30થી 50 હજાર રૂપિયા કમાનારા કારીગરો એક સમયે આર્થિક સંકળામણને કારણે પરિવારનું ભરણપોષણ પણ કરી શકતા નહોતા. તેમની પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે તેઓ ધોરણ 10 સુધી પણ ભણી શક્યા નહોતા. આજે બે કરોડના મુગટથી લઈને વિદેશી મહિલાઓ માટે ક્રાઉન અને એટલું જ નહીં અમેરિકાની સૌથી સુંદર મહિલા માટે પણ આકર્ષણ ક્રાઉન બનાવી ચૂક્યા છે. બોલિવૂડના હીરો હિરોઇન પણ આ યુવાઓ દ્વારા તૈયાર કરોડો રૂપિયાની જ્વેલરી પહેરી રહ્યા છે.
બેરોજગાર હતો હવે બોલિવૂડ સ્ટાર માટે બનાવે છે જ્વેલરી
એક બેરોજગાર (troubled by unemployment) ઉત્તર પ્રદેશથી હજારો કિલોમીટર દૂર સુરત આવીને ડાયમંડ જ્વેલરી બનાવવાનું કામ શરૂ કરે છે અને તેની જ્વેલરી આજે બોલિવુડના કેટલાક હીરો- હીરોઇન પસંદ (Young man making jewelery for Bollywood) કરે છે અને પહેરે પણ છે. કરોડો રૂપિયાની જ્વેલરી બનાવનાર અગાઉ બેરોજગાર હતો તે અવિશ્વસનીય વાત છે. જગદીશ પટેલે (Jagdish Patel jewelry) જણાવ્યું હતું કે, હું ઉત્તર પ્રદેશના જિલ્લા જોનપુરથી આવ્યો છું. હું જ્યારે ગામમાં હતો ત્યારે બેરોજગાર હતો. પિતાની ખેતીવાડીમાં થોડા કામ કરતો હતો. મારો એક મિત્ર મને સુરત લઈને આવ્યો અને જ્વેલરીમાં કામ અપાવ્યું હતું. અહીં આવ્યા બાદ ઘરની પરિસ્થિતિમાં સુધારો થયો છે. અગાઉ ઘરની પરિસ્થિતિ સારી ન હતી. મારા દ્વારા તૈયાર નેકલેસ સહિતની જ્વેલરી બોલિવૂડના લોકો પહેરે છે ત્યારે ખૂબ જ સારું લાગે છે. ક્યારેય વિચાર્યું નહોતું કે આટલી મોંઘી જ્વેલરી બનાવીશ. મેં સુરત આવીને જ આ બધું જાણ્યું છે.
આ પણ વાંચો: સુરતની યુનિવર્સલ જેમ્સ 4 ટકા સુધી કમિશન મેળવી ડાયમંડ નિકાસ કરતી હોવાની આશંકા
આ પણ વાંચો: ધોરણ 8થી પણ ઓછુ ભણેલા ગ્યાસુદ્દીને બનાવ્યો 2 કરોડનો સ્વામિ નારાયણનો મુગટ