- સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે
- રક્તદાન કરવા આવેલા યુવકને કાઢી મુક્યો
- રક્તના હોવાના કારણે સામાજિક સેવક યુવક બ્લડ ડોનેટ કરવા ગયો હતો
- કોઈ કર્મચારી હાલ હાજર ન હોવાનું કહી રક્ત આપ્યા વગર યુવકને હાંકી મુક્યો
સુરત: નવી સિવિલ હોસ્પિટલ(new civil hospital)માં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી લોકો સારવાર અર્થે આવતા હોય છે, જ્યારે કોરોના કાળથી શહેરમાં રક્તદાન કેન્દ્ર પર રક્તની અછત જોવા મળી હતી, જ્યારે રક્તની અછત વચ્ચે નવી સિવિલ હોસ્પિટલના રક્તદાન કેન્દ્ર પરના કર્મચારીએ યુવકનું રક્ત લીધા વગર તેને કાઢી મૂક્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
આ પણ વાંચો-મેરઠમાં હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી, મૃત જાહેર કરાયેલો વ્યક્તિ જીવતો નીકળ્યો
સમાજસેવક યુવકે B પોઝિટીવ રક્તદાન કરવાની વાત કરી હતી
નવી સિવિલ હોસ્પિટલ(new civil hospital)માં દાખલ દર્દીને રક્તની જરૂર હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. મેસેજ એક સમાજસેવકને મળતા રાત્રિ દરમિયાન તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. દર્દી પાસેથી રક્તના સેમ્પલ લઇ બ્લડ બેન્ક પર જઇ ફરજ પર હાજર કર્મચારી પાસે B પોઝિટીવ બ્લડ માંગતા કર્મચારીએ જણાવ્યું હતું કે, મારી પાસે B પોઝિટિવ રક્ત નથી, તેથી સમાજસેવકે B પોઝિટીવ રક્તદાન કરવાની વાત કરી હતી. યુવકે રક્ત આપવાનું કહેતા, કર્મચારીએ હાલ કોઇ હાજર ન હોવાનું કહી બ્લડ લીધા વગર જ યુવકને કાઢી મુક્યો હતો અને કહ્યું કે, તમે બીજા રક્તદાન કેન્દ્ર પરથી રક્ત મેળવી લો, ત્યારે યુવકે સ્મીમેર હોસ્પિટલમાં રક્તદાન કરી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીને રક્ત પહોંચાડ્યું હતું.
બ્લડની જરૂરના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા
સમાજસેવક અજીત મનસૂરે જણાવ્યું હતું કે, ગઇકાલે વ્હોટ્સઅપ પર એક મેસેજ ફરતો હતો કે, નવી સિવિલ હોસ્પિટલ(new civil hospital)માં દાખલ દર્દીને રક્તની જરૂર છે. સમાજસેવકના નાતે B પોઝિટીવ રક્ત ધરાવતો મિત્ર તેને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગયો હતો. ત્યાં જઈ દર્દીનો સંપર્ક કરી દર્દીના બ્લડ રિપોર્ટ લઈ સિવિલ હોસ્પિટલ રક્તદાન કેન્દ્ર પર ગયો હતો. ત્યાં ફરજ પર હાજર લેબ ટેક્નિશિયન પાસે બી પોઝિટીવ બ્લડ માંગ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે B પોઝિટીવ બ્લડ નથી, પણ અમારી પાસે રક્તદાતા છે, અમારે ડોનેટ કરવું છે, બ્લડ લઈ લો.