ગુજરાત

gujarat

ETV Bharat / city

ફેફસાંમાં 80 ટકા ઈન્ફેક્શન બાદ 15 દિવસ બાયપેપ પર રહીને યુવકે આપી કોરોનાને આપી મ્હાત - Corona virus

કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાય લોકોનું કોરોનાના કારણે મોત પણ થયું છે. ત્યારે સુરતના વિસ્તારમાં રહેતા 35 વર્ષિય ધર્મેન્દ્ર યાદવે નવી સિવિલમાં કોરોના સામે 34 દિવસનો સંઘર્ષમય જંગ ખેલી વિજયી બન્યાં બાદ ઘરે પરત ફર્યા હતા. તેઓના ફેફસાંમાં કોરોનાનું 80 ટકા ઈન્ફેક્શન હતું તેમજ 15 દિવસ તેઓ બાયપેપ પર રહ્યા હતા.

ફેફસાંમાં 80 ટકા ઈન્ફેક્શન બાદ 15 દિવસ બાયપેપ પર રહીને યુવકે આપી કોરોનાને આપી મ્હાત
ફેફસાંમાં 80 ટકા ઈન્ફેક્શન બાદ 15 દિવસ બાયપેપ પર રહીને યુવકે આપી કોરોનાને આપી મ્હાત

By

Published : Apr 29, 2021, 9:42 PM IST

  • ધર્મેન્દ્ર યાદવે 34 દિવસના સંઘર્ષ બાદ કોરોનાને હરાવ્યો
  • ફેફસાંમાં 80 ટકા ઈન્ફેક્શન હતું
  • 15 દિવસ તેઓ બાયપેપ પર રહ્યા હતા

સુરત: કોરોના વાઈરસના નવા સ્ટ્રેઈનથી સંક્રમિત થનારા કેટલાય વ્યક્તિઓ કોરોનાને હળવાશથી લઈ રહ્યા છે, જે ક્યારેક જોખમી સાબિત થાય છે. ઘણા દર્દીઓ પણ સ્વીકારે છે કે કોરોનાના લક્ષણો હોવા છતાં તેમણે તાત્કાલિક સારવાર લેવામાં બેદરકારી દાખવી હતી. આ જ પ્રકારનો કિસ્સો સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 35 વર્ષિય ધર્મેન્દ્ર યાદવનો છે. નવી સિવિલમાં કોરોના સામે 34 દિવસનો સંઘર્ષમય જંગ ખેલી વિજયી બન્યાં બાદ ઘરે પરત ફર્યા ત્યારે તેમની અને પરિવારની ખુશીનો પાર ન હતો.

સિવિલમાં દાખલ કરવામાં આવ્યા

કોરોનાના લક્ષણો અંગે ખ્યાલ હોવા છતાં તેમણે બેદરકારી દાખવી હોવાનું સ્વીકાર્યુ હતું. તેઓએ કહ્યું કે, ગત માર્ચ મહિનાના અંતમાં તાવ આવતા પ્રાઈવેટ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં ડેન્ગ્યું જણાયો, જેની સારવાર-દવા લીધી પણ શરદી, ઉધરસ, માથાનો દુઃખાવો હોવા છતાં કોવિડ ટેસ્ટ કરાવવામાં બેદરકારી દાખવી હતી. જેના પગલે મારી તબિયત વધુ બગડી અને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી ત્યારે પરિવારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સિવિલમાં દાખલ કર્યો હતો.

આ પણ વાંચોઃ આણંદના જયાબેનને અનેક બીમારીઓ હોવા છતાં કોરોનાને હરાવ્યો, જાણો મક્કમ મનોબળના જીવતા ઉદાહરણ વિશે...

34 દિવસની લાંબી સારવાર બાદ સ્વસ્થ થયા

પાંડેસરાના ભેસ્તાન આવાસમાં રહેતાં ધર્મેશ યાદવે વધુમાં જણાવ્યું કે, સિવિલમાં એડમિત થયો ત્યારે ફેફસાંમાં 80 ટકા ઈન્ફેક્શન લાગી ચૂક્યું હતું. સિવિલના તબીબ મારા માટે ઈશ્વરીય દૂત બનીને આવ્યાં અને સમયસરની સારવાર આપી જે મારા માટે સંજીવની સમાન બની. આજે 34 દિવસની લાંબી સારવાર બાદ સ્વસ્થ થયો તેનો સંપૂર્ણ શ્રેય સિવિલ હોસ્પિટલના તબીબોને જાય છે.

પરિવાર સાથે વીડિયો કોલથી કરતા હતા વાત

વધુમાં જણાવ્યું કે, કોવિડ વોર્ડમાં જમવાથી લઈને સમયસર દવા, ગરમ પાણી જેવી તમામ સુવિધા આપવામાં આવે છે. પરિવારજનો સાથે વિડીયો કોલ મારફતે મારા સ્વાસ્થ્યની રોજેરોજની માહિતી મળતી હોવાથી પરિવારને પણ સિવિલ હોસ્પિટલ પર વિશ્વાસ હતો, અને એ વિશ્વાસ આજે સાર્થક નીવડ્યો છે. 34 દિવસની સારવારમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ મને પરિવારજન સમાન ગણીને સેવા કરતાં હતા. કોવિડ વોર્ડમાં તેમના ઉમદા વર્તનની અનૂભુતિ થઈ. દરરોજ સમયસર જમવાનું આવતું, પાણી, નાસ્તો, દવા પરિવાર સાથે વિડીયો કોલથી વાત કરાવવી આ બધી કાળજી રાખવામાં આવતી હતી.

આ પણ વાંચોઃ સુરતના 82 વર્ષના વૃદ્ધા અને 24 વર્ષની યુવતીએ કોરોનાને હરાવ્યો

ICU વોર્ડમાં બાયપેપ પર શિફ્ટ કરી સારવાર કરાઈ હતી

સ્ટેમસેલ બિલ્ડીંગમાં ફરજ પરના રેસિડન્ટ ડૉ.સંદિપ કાકલોતરે જણાવ્યું કે, ધર્મેન્દ્રભાઈ સિવિલમાં દાખલ થયા ત્યારે ગંભીર હાલતમાં હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ હતો અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટીને 60 ટકા જેટલું જ મેઈન્ટેઈન રહેતું હતું. એટલે ICU વોર્ડમાં બાયપેપ પર શિફ્ટ કરી સારવાર શરૂ કરી હતી. શારીરિક નબળાઈ સાથે તેમને હ્રદયના ભાગે દુ:ખાવો થતા સિટી સ્કેન કરાવ્યું, જેમાં 80 ટકા કોરોનાનું ઈન્ફેક્શન નોંધાયું. 15 દિવસ સતત બાયપેપ મશીન પર રાખી સારવાર આપ્યા બાદ તબિયતમાં સુધાર જણાતા જનરલ વોર્ડમાં ઓક્સિજન પર શિફ્ટ કર્યા હતા. ધર્મેન્દ્રભાઈની સારવારમાં સરકારની ગાઈડલાઈન મુજબ રેમડેસિવિરના ડોઝ અને લોહી જામી જવાથી લોહી પાતળું કરવાના પણ ઈન્જેક્શન અપાતા. સારવાર દરમિયાન તમામ પ્રકારની કાળજી લેવાતા કોરોનાની લાંબી લડાઈમાં અંતે કોરોનાથી મુક્ત કરવામાં અમને સફળતા મળી છે. સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તારીખ 27 એપ્રિલે ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details