ગુજરાત

gujarat

ETV Bharat / city

World Biggest Ghari : સુરતમાં વિશ્વની સૌથી મોટી અને નાની ઘારી બનાવાઈ, જાણો શું છે તેની ખાસિયત...

સુરતીઓ હંમેશાથી ખાવાના શોખીન રહ્યા છે અને તેમા'ય સુરતની મીઠાઈની રાણી (Queen of Sweets Ghari) કહેવાતી ઘારી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જાણીતી છે. ત્યારે એક મીઠાઈ વિક્રેતાએ વિશ્વની સૌથી મોટી (World Biggest Ghari) અને નાની ઘારી (World Smallest Ghari ) એમ બન્ને ઘારી બનાવી છે. આ ઘારી બનાવવા પાછળનો વિક્રેતાનો ઉદ્દશ્ય હતો કે, દેશ વિદેશમાં આ ઘારી પ્રખ્યાત બને અને સુરતની નામ આ મીઠાઈને લઈને લોકોમાં જાણીતું થાય.

The world's largest and smallest ghari was built in Surat
The world's largest and smallest ghari was built in Surat

By

Published : Dec 26, 2021, 7:24 PM IST

સુરત :મીઠાઈનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જતા હોય છે. આપણે તહેવારો કે પ્રસંગોમાં મીઠાઈ ખાતા હોય છે, પરંતુ જો તેમાં સુરતની પ્રખ્યાત ઘારી સામે આવે તો વાત જ "નિરાલી". વાત જાણે એ છે કે, સુરતના એક મીઠાઈના વેપારીએ દુનિયાની સૌથી મોટી (World Biggest Ghari) અને નાના કદની (World Smallest Ghari ) ઘારી બનાવી છે. આ ઘારીને દુર દુરથી લોકો જોવા આવી રહ્યા છે. તો ચાલો શું છે આ ઘારીની (Queen of Sweets Ghari) ખાસિયત....

સુરતમાં વિશ્વની સૌથી મોટી અને નાની ઘારી બનાવાઈ

15 કિલો અને 15 ગ્રામની ઘારી બનાવાઈ

સુરત શહેરમાં એક મીઠાઈ વિક્રેતાએ અનોખી ઘારી બનાવી છે. આ વિક્રેતા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ ઘારી વિશ્વની સૌથી મોટી અને નાના કદની ઘારી છે. વિક્રેતાએ જણાવ્યું હતું કે, આ મોટા કદની ઘારીનું વજન 15 કિલો છે. આ ઘારી બનાવતા 18 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઉપરાંત, 15 ગ્રામની નાના કદની ઘારી બનાવતા 40 મિનીટ જેટલો સમય લાગ્યો હતો. આ સાથે વિક્રેતાએ જણાવ્યું હતું કે, આ 15 કિલોની મોટી ઘારી ગરીબ બાળકોને ખવડાવવામાં આવશે.

સુરતમાં વિશ્વની સૌથી મોટી અને નાની ઘારી બનાવાઈ

આ પણ વાંચો:દેશ વિદેશમાં પ્રખ્યાત સુરતની ઘારીનો 122 વર્ષથી જુનો છે ઇતિહાસ, જાણો ખાસિયત...

દેશ અને વિદેશ ઘારીને પ્રખ્યાત કરવાનો ઉદ્દેશ્ય

આ તકે મીઠાઈના વિક્રેતા ચિન્મય મીઠાઈવાલાએ જણાવ્યું હતું કે, ઘારી સુરતની પ્રખ્યાત મીઠાઈ (Famous Ghari Of Surat) છે. આ વિશ્વની મોટા કદની અને નાના કદની ઘારી બનાવવા પાછળનો મુખ્ય ધ્યેય એ છે કે, મારે સમગ્ર દેશ અને વિદેશના લોકોને ઘારી અંગે જાણ કરવી છે.

સુરતમાં વિશ્વની સૌથી મોટી અને નાની ઘારી બનાવાઈ

ઘારીમાં શું શું નાખવામાં આવ્યું

તેમણે જણાવ્યું હતું કે, આ ઘારીમાં ચોખ્ખો માવો, ચોખ્ખું ઘી, ચણાની દાળ, દળેલી ખાંડ (બુંરુ), ડ્રાંઇફુટ્સ (કાજું, બદામ, પિસ્તા, ઈલાયચી, અખરોટ) નાખવામાં આવ્યા છે. આ ઘારીમાં 1800 ગ્રામ બદામ, 1400 ગ્રામ કાજુ, અને 900 ગ્રામ પિસ્તા અને 900 ગ્રામ અખરોટ તથા ઘીને ઉપરથી નાખવામાં આવે છે.

આ પણ વાંચો:સુરતના મીઠાઈ વિક્રેતાએ બનાવી 'ગોલ્ડન ઘારી', 9 હજાર રુપિયે કિલોના ભાવે થાય છે વેચાણ

ઘારી પ્રદર્શનમાં મૂકવામાં આવી

મીઠાઈ વિક્રેતાએ જણાવ્યું હતું કે, આજે અમે વિશ્વની મોટી અને નાની ધારી બનાવવાનો પ્રયાસ કર્યો છે. શહેરમાં સૌ પ્રથમ વખત સુરતના જે નામાંકિત લોકો દ્વારા નવી બ્રાન્ચનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ ઓપનિંગ દરમિયાન સુરતની ઘારી પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. વધુમાં વિક્રેતાએ જણાવ્યું હતું કે, મોટી ઘારી 10થી 15 ઇંચ અને નાની ઘારી 1થી 3 ઇંચની બનાવવામાં આવી છે. આ બન્ને ઘારીનું લિમ્કા બુક ઑફ રેકોર્ડ, ગિરીશ બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડની એજન્સીમાં રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details