ગુજરાત

gujarat

ETV Bharat / city

Rain in Surat : અવિરત વરસાદને પગલે ખાડી અને કોઝવેને લઈને તંત્ર એલર્ટ - Causeway in Surat

સુરતમાં ચોમાસાની સિઝન (Rain in Surat) આ વર્ષે શરુઆતથી સારી જોવા મળી રહી છે. સુરતમાં વરસાદ ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસી રહ્યો છે. તેને લઈને સુરત સીટીમાંથી પસાર થતી પાંચેય ખાડી અને કોઝવે ઓવરફ્લો (Causeway Full OF Water) થવાના આરે છે.

Rain in Surat : અવિરત વરસાદને પગલે ખાડી અને કોઝવેને લઈને તંત્ર એલર્ટ
Rain in Surat : અવિરત વરસાદને પગલે ખાડી અને કોઝવેને લઈને તંત્ર એલર્ટ

By

Published : Jul 4, 2022, 3:02 PM IST

સુરત :સુરત શહેર તેમજ જિલ્લામાં આ વર્ષે ધમાકેદાર (Rain in Surat) એન્ટ્રી કરી છે. તેને લઈને મેઘરાજા મન મૂકીને સતત વરસી રહ્યા છે, ત્યારે સુરત સીટીમાંથી પસાર થતી પાંચેય ખાડી અને કોઝવે ઓવરફ્લો થવાના આરે છે. આ ઉપરાંત હજુ (Rain In Gujarat) વધુ વરસાદ પડે તો ખાડી (Bay of Surat) અને કોઝવે ભયજનક સપાટી વટાવી શકે છે. તેને લઈને સુરત (Gujarat Rain Update) પાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

આ પણ વાંચો :ઉમરપાડામાં મેઘરાજા મન મુકીને વરસ્યા, ખેડૂતો ખુશ ખુશાલ થયા

જળબંબાકારની સ્થિતિ -સુરત શહેરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. શહેરમાં ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદ અને રવિવારે પણ અવિરત ચાલુ રહેતા શહેરના અનેક રોડ-રસ્તા પર પાણી ભરાયા હતા. પાણી ભરાવવાના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જિલ્લામાં પણ ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતી પાંચેય ખાડીના લેવલ વધી ગયા હતા. મીઠીખાડી અને સીમાડા ખાડી ભયજનક સપાટી નજીક પહોંચી જતાં પાલિકાનું તંત્ર (Causeway in Surat)એલર્ટ થઇ ગયું છે.

આ પણ વાંચો :કામરેજમાં ધોધમાર વરસાદ, સર્વિસ રોડ પર ઘૂંટણ સમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

કોઝવેની ભયજનક સપાટી 6 મીટર - કોઝવેની સપાટીમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. હાલ કોઝવેની સપાટી 5.61 મીટર છે. ભયજનક સપાટી વટાવી ગયા બાદ કોઝવેનો વાહનવ્યવહાર (Gujarat Weather Prediction) બંધ કરવામાં આવે છે. હાલ નીચાણવાળા વિસ્તારમાંથી પાઇપલાઇન મારફતે ખાડી પાણી ઉલેચવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ તંત્ર પણ આ મામલે એલર્ટ છે.

ABOUT THE AUTHOR

...view details