- સુરતની 3 દીકરીઓ લાવી કુસ્તીમાં મેડલ
- પરિવારની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે નથી મળતી પૂરતી સુવિધા
- અખાડામાં લઈ રહ્યા હતા ટ્રેનિંગ
સુરત: ઉધના વિસ્તારમાં આવેલા શિવસાંઈનગર સોસાયટીમાં રહેતા રામલખન રાયકવાર ચા-નાસ્તાની લારી દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવારની ત્રણ દીકરીઓએ ગત 16 થી 20 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ ખાતે યોજવામાં આવેલી નેશનલ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભાગ લધી હતો જ્યા આ ત્રણે દીકરીઓએ મેડલ મેળવ્યો છે. દેશમાં પોતાના પરિવારનું તથા સુરત શહેરનું નામ રોશન કર્યું છે. આ ત્રણે દીકરીઓમાં સૌથી મોટી બહેન જેમનું નામ નીલમ રાયકવાડ જેઓ શહેરની ભગવાન મહાવીર કોલેજમાં BPED ના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી રહ્યા છે. તથા તેમની બે બહેનો જે જુડવા બેહનો છે.તેઓ શહેરમાં આવેલી વી.ટી.પોદાર કોલેજમાં હાલ જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. આ ત્રણેય બહેનો શહેરમાં આવેલી આર્ય સમાજની વાડીમાં આવેલા અખાડામાં છેલ્લા ચાર વર્ષથી કુસ્તીની પ્રેક્ટિસ કરી રહ્યા છે તથા આ પહેલા પણ આ ત્રણેય બહેનોએ ઘણા બધા મેડલ્સ મેળવ્યા છે.
અમે લોકો આઇયા બધાને ફ્રી ટ્રેનિંગ આપતા છીએ
અખાડના કોચ રોહિત શર્મા જણાવે છે કે,".આ અખાડામાં અમે લોકો કોચિંગ કરાવીએ છીએ. આ આર્ય સમાજ મંદિરનો અખાડો સુરત ડિસ્ટિક રેસલિંગ એશોશીયેશન સહયોગથી ચાલી રહ્યો છે અને લગભગ છેલ્લા 6 થી 7 વર્ષોથી અમે જ લોકો અખાડો ચાલવી રહ્યા છીએ. અહીંયૈ અમે છોકરાઓ તથા છોકરીઓને મફત ટ્રેનિંગ આપીએ છીએ.આ ત્રણે બેહનો છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત પ્રેક્ટીસ કરી રહ્યા છે, આજે તેનું પરિણામ સામે છે. આજે નેશનલ લેવલ ઉપર જઈ પોતાની એક છાપ બનાવી છે.આજે સ્ટેટમાં એવી સ્થિતિમાં છે કે તેઓ વન સાઈડ ગેમ રમે છે. આ અખાડામાં આ ત્રણ બેહનો ઉપરાંત ઘણા બધા બાળકો એવા છે જેઓ નેશનલમાં ખુબજ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. અહીંયા લગભગ 20 થી 25 છોકરા છોકરીઓ નેશનલ પર સારું પ્રદર્શન કરી ચુક્યા છે.અને સુરતનું નામ રોશન કરી ચુક્યા છે. હું સુરતના લોકોને એક જ વિનંતી કરીશ અમે લોકો અહીંયા બધાને ફ્રીમાં ટ્રેનિંગ આપીએ છીએ.જે રીતે આજે નાના વ્યવશયા સાથે સંકળાયેલા માતા-પિતાની આ ત્રણ દીકરીઓએ પોતાના પરિવાર, માતા-પિતા અને પોતાનું નામ રોશન કર્યું છે, એજ રીતે તેમે લોકો પણ અહીંયા આવો, અમે જે મફત ટ્રેનિંગ આપી રહ્યા છીએ".
આ પણ વાંચો :કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા, હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી રહ્યાં ઉપસ્થિત
પરિવારમાં ઘણી તકલીફ પડે છે
રામલખાન રાયક્વાડ જણાવે છે કે, "હું સુરતમાં 20 વર્ષથી રહું છું અને મારી ફુટપાટ ઉપર ચાય નાસ્તાની લારી છે. તેનાથી જ હું મારો પરિવાર ચાલવું છું. મને આજે મારી ત્રણે દીકરીઓ ઉપર ખુબજ ગર્વ છે.અમે ફુટપાટ ઉપર લારીઓ ચલવીયે એટલે કમાવાનું કોઈ ઠેકાંણું રહેતું નથી, એટલે ખુબજ મુશ્કેલીઓથી આ લોકોનું ગુજરાન ચાલવું છું.ભણવાનો ખર્ચો, ફીસ વગેરે ખુબજ તકલીફો છે. કોરોના લોકડાઉન સમયમાં અમારા પરિવારને ખાવા માટે મળતું નોહ્તું. ગમે તેમ કરીને મેં આ લોકોને જમવાનું આપતો હતો.અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.હું આગળ મારી દીકરીઓને નેશનલ અને ઈન્ટર નેશનલમાં જોવા માંગુ છું.જેના માટે સરકારને વિનંતી છેકે મને મદદ રૂપ થાય".