- રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો
- ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશને મુખ્યપ્રધાનને પત્ર લખી લોકડાઉનની માગ કરી
- હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ લોકડાઉનના સમર્થનમાં નથી
સુરતઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં લોકડાઉન લગાવવા માટે ટકોર કરવામાં આવી છે. બીજી બાજુ ડોક્ટરો પણ માની રહ્યા છે કે, લોકડાઉન ખૂબ જ જરૂરી છે. આ વચ્ચે કોરોનાની ચેન તોડવા માટે ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડસ એસોસિએશન દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી 7 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉનની માગણી કરવામાં આવી છે. જોકે, બીજા બાજુ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ લોકડાઉનના સમર્થનમાં નથી. ફોસ્ટા દ્વારા જે પત્ર મુખ્યપ્રધાનને લખવામાં આવ્યો છે, તેમાં જણાવ્યું છે કે, અત્યારે સુરતમાં બે દિવસથી કાપડ માર્કેટો બંધ રખાયા હતા. તેમ છતાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા તેની અસર જોવા મળી રહી નથી. જેથી 7 દિવસનું લોકડાઉન ખૂબ જ જરૂરી છે.
ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશને મુખ્યપ્રધાનને પત્ર લખ્યો આ પણ વાંચોઃ સુરતમાં 11 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીની સારવાર માટે પૂર્વ મેયરે પ્લાઝમા ડોનેટ કર્યા
શ્રમિકો થઈ રહ્યા છે પલાયન
અંગે સુરત ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, કોરોનાની ચેન તોડવા માટે અમે આ પત્ર મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી નાના વેપારીઓ હેરાન થઇ રહ્યા છે અને બીજી બાજુ શ્રમિકો પલાયન થઈ રહ્યા છે. આ બધાને રોકવા માટે અમે લોકડાઉનની માંગણી કરી છે. તેઓએ સાથે એ પણ જણાવ્યું છે કે, શ્રમિકોને હેરાનગતિ ન થાય એ માટે પણ વેપારીઓને જણાવવામાં આવ્યું છે. જો લોકડાઉનની પરિસ્થિતિ આવે તો શ્રમિકોને પુરતી સુવિધા લોકડાઉન દરમિયાન મળી રહેવી જોઈએ. આ સાથે સરકાર પાસે વેપારીઓ કર્મચારીઓને શ્રમિકોના મેડિકલ હેલ્થને લઈ પણ સુવિધા પુર્ણ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.
કાપડ ઉદ્યોગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી 7 દિવસ સંપૂર્ણ લોકડાઉનની માગ કરી આ પણ વાંચોઃ કોરોનાને કારણે સુરતમાં શનિવારે શાકભાજી માર્કેટ બંધ કરાવ્યું, રવિવારે સેંકડો લોકો ઉમટી પડ્યા
આશરે 6 લાખ લોકો કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા
ઉલ્લેખનીય છે કે, સુરતમાં દરરોજ 10 હજારથી 15 હજાર સહ પરિવાર વતન પલાયન કરી રહ્યા છે. ગયા વર્ષે જે રીતે લોકડાઉનમાં તેમની સ્થિતિ કફોડી બની હતી. તેવી જ પરિસ્થિતિ આ વખતે પણ થઈ શકે છે તેઓ તેમના મનમાં ડર છે, જેથી લોકડાઉન ફરી લાગે તે પહેલા તેઓ પોતાના વતન જવા માંગે છે. સુરતમાં આશરે 6 લાખ જેટલા લોકો કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ મોટાભાગે રાજસ્થાન, બિહાર, યુપી અને મધ્યપ્રદેશના છે. સુરતમાં કોરોનાની સ્થિતિ દયનીય બનતા મહાનગરપાલિકા દ્વારા કાપડ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો કર્મચારીઓને ફરજિયાત અઠવાડિયામાં એક વખત કોરોના રિપોર્ટ કરાવવા આદેશ કરાયો છે અને જે લોકો 45 વર્ષની ઉપરના છે. તેમને વેક્સિનેશન કરવા અપીલ કરાઇ છે.