- 82902/ 82901 તેજસ એક્સપ્રેસની સેવાઓ ફરીથી શરૂ થઈ જશે
- અમદાવાદ- મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસની કામગીરી પુનઃ સ્થાપિત કરવાની જાહેરાત
- પ્રવાસીઓની સલામતીને લગતી સમસ્યાઓનું ધ્યાન રાખશે
સુરત : ત્રણ વાર અનેક કારણોસર બંધ થઈ ગયેલી તેજસ એક્સપ્રેસ (Tejas Express) ફરી એક વખત રેલવે પાટા પર દોડવા માટે તૈયાર છે. 7 મી ઓગસ્ટના રોજ IRCTC ની 82902/82901 તેજસ એક્સપ્રેસ (Tejas Express) ની સેવાઓ ફરીથી શરૂ થઈ જશે. કોરોના કાળના કારણે ત્રીજીવાર આ ટ્રેન રદ કરવામાં આવી હતી. અગાઉ યાત્રીઓ નહીં મળતા અને અન્ય કારણોસર બે વખત આ ટ્રેન (train) બંધ થઈ ચૂકી છે.
ટ્રેન ચાર દિવસ સુધી ચાલુ રહેશે
ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડે (IRCTC) 7 મી ઓગસ્ટ 2021 પ્રવાસીઓ માટે ટ્રેન નંબર 82902/ 82901 અમદાવાદ- મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ (Tejas Express) ની કામગીરી પુનઃ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેન ચાર દિવસ સુધી ચાલુ રહેશે. અઠવાડિયાના આધારે એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર પ્રવાસીઓની માંગણીના આધારે દોડાવવાનું વધુ નિયમિત કરવાનું નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: આગામી 7 ઓગષ્ટથી 'તેજસ' એક્સપ્રેસ શરૂ, દિવાળીના તહેવારોમાં વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો શરૂ કરવાનું IRCTCનું આયોજન