ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતીઓ હાથમાં છોડ લઈને ગીતોના તાલે ગરબે ઝૂમીને આ છોડને વાવ્યા - tree Plantation Program

સુરત સ્માર્ટ સિટીને ગ્રીન સિટી બનાવવા માટે માત્ર પાલિકા જ નહિ પરંતુ સુરતીઓ પણ કટીબદ્ધ થઇ ગયા છે. એક જ દિવસમાં સુરતીઓએ 500થી વધુ વૃક્ષોના છોડો અનોખી રીતે વાવ્યા છે. કોઈ શુભ પ્રસંગ હોય અને સુરતીઓ ગરબા કરવાથી પાછળ રહી જાય તે શક્ય જ નથી. જ્યારે વાત સુરતને ગ્રીન સિટી બનાવવાની છે. ત્યારે સુરતીઓ હાથમાં છોડ લઈ ગીતોના તાલે ગરબે ઝૂમી ત્યારબાદ આ છોડને વાવ્યા હતા.

સુરતમાં લોકો ગરબાના તાલે ઝૂમ્યા
સુરતમાં લોકો ગરબાના તાલે ઝૂમ્યા

By

Published : Jul 6, 2021, 9:00 PM IST

  • સુરતીઓએ 500થી વધુ વૃક્ષોના છોડો અનોખી રીતે વાવ્યા
  • પોતાના હાથમાં છોડ લઈ ગીતોના તાલે ગરબે ઝૂમ્યા
  • શહેરને હરિયાળું બનાવવા માટે નેટિવ વૃક્ષો વાવવાના

સુરત ::ગ્રો નેટિવ ગ્રીન ફોર્મ દ્વારા સુરતને ગ્રીન સિટી બનાવવા માટે મોનસૂનમાં ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતને વધુને વધુ હરિયાળું બનાવવાના પ્રયાસ રૂપે મેગા પ્લાન્ટેશન ઇવેન્ટ દ્વારા વૃક્ષારોપણના ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે. ગવિયર ગામ ખાતે આ પ્રોજેક્ટ હેઠળ જ્યારે સુરતીઓ વૃક્ષારોપણ કરવા પહોંચ્યા હતા તે પહેલા તેઓએ પોતાના હાથમાં છોડ લઈ ગીતોના તાલે ગરબે ઝૂમ્યા હતા. ગરબા કર્યા બાદ સુરતીઓએ 500થી વધુ જેટલા છોડોના રોપણ કર્યા હતા.

ગાયક ગુલામ ફરીદ ખાન લોકોની વચ્ચે નજમ અને અનેક લોક ગીતો રજૂ કરતા હોય

આ અભિયાન ચલાવનાર વત્સલે જણાવ્યું હતું કે, મોનસુન સિઝનના દરેક રવિવારે અમે આવી જ રીતે શહેરને હરિયાળું બનાવવા માટે નેટિવ વૃક્ષો વાવવાના છીએ. જેના કારણે ઇકોલોજીકલ બેલેન્સ પર્યાવરણમાં જોવા મળે એટલું જ નહિ જ્યારે અમે કોઈ સ્થળ પર વૃક્ષારોપણ કરવા જઇએ છીએ ત્યારે અમારી સાથે લોક ગાયક ગુલામ ફરીદ ખાન તેઓ લોકોની વચ્ચે નજમ અને અનેક લોક ગીતો રજુ કરતા હોય છે તેથી વૃક્ષારોપણ નો ઉત્સાહ બમણો થઈ જાય છે.

ABOUT THE AUTHOR

...view details