- પ્રાણીઓ પણ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત
- હૈદરાબાદમાં 8 સિંહે કોરોના સંક્રમિત થયા
- સુરત પ્રાણી સંગ્રહાલયમાં સ્ટાફ ઘટાડવામાં આવ્યો
- સુરત પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું
સુરત: કોરોના ફેઝ -2ના કારણે 21 માર્ચથી સુરત પ્રાણી સંગ્રહાલયને મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ હતું. હાલ જે રીતે હૈદરાબાદમાં પ્રાણીઓમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે, તેને ધ્યાનમાં રાખી હવે વધુ તકેદારી લેવામાં આવી રહી છે. વ્યક્તિથી પ્રાણીઓને કોરોના વાઇરસ થઈ રહ્યો છે જેના કારણે સુરત પ્રાણી સંગ્રહાલયમાં ઓછો સ્ટાફ પ્રાણીઓના સંપર્કમાં આવે એ માટે નિર્ણય લેવાયો છે. સાથે સતત પ્રાણી સંગ્રહાલયના સંચાલકો પ્રાણીઓની મેડિકલ તપાસ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ હૈદરાબાદમાં 8 સિંહ કોરોના પોઝિટિવ આવતા ફફડાટઃ ગીરના પ્રાણી સંગ્રહાલયો બંધ રાખવા વનવિભાગનો આદેશ
પ્રાણીઓમાં જોવા મળતાં લક્ષણો
સામાન્ય રીતે કોરોના સંક્રમિત વ્યક્તિમાં કોરોનાના અનેક લક્ષણો જોવા મળે છે આવી જ રીતે જો કોઈ પ્રાણીમાં પણ તેનાં લક્ષણો થકી જાણી શકાય છે કે પ્રાણીને કોરોના સંક્રમણ થયુ છે કે નહિ. મોટાભાગે માણસોની જેમ શરદી, વધારે ટેમ્પ્રેચર, મોઢામાંથી સલાયવા પડવું, ભૂખ ઓછી લાગવી જેવા અનેક લક્ષણો પ્રાણીઓમાં જોવા મળે છે. જેના કારણે તેમનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. પ્રાણીઓને માણસથી આ ઇન્ફેક્શન થતું હોય છે.