- વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાન માટે ભારત તૈયાર
- આવતી કાલ બપોરના 12:00 કલાક સુધીમાં સિરમ કંપનીના વેક્સિન આવશે
- 93,000 જેટલી વેક્સિનનો જથ્થો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રખાશે
સુરત : વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાન માટે ભારત તૈયાર છે. કોરોના સામેની આ લડાઇમાં સુરત મનપા દ્વારા પણ તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરતમાં 13 જાન્યુઆરીના રોજ બપોરના 12:00 કલાક સુધીમાં સિરમ કંપનીના વેક્સિન આવી જશે.
સુરત રિજનલ વેક્સિન સ્ટોરમાં 12 જાન્યુઆરીના રોજ 93 હજાર વેક્સિન આવશે બે ડિગ્રી તપમાનમાં આ વેક્સિન મૂકવામાં આવશે
આ 93,000 જેટલી વેક્સિનનો જથ્થો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા રિજનલ વેક્સિન એન્ડ ડ્રગ સ્ટોરમાં મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ રિજનલ કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા એક વખતમાં 11 લાખ વેક્સિન રાખવાની છે. જ્યાં બે ડિગ્રી તપમાનમાં આ વેક્સિન મૂકવામાં આવશે.
સુરત રિજિયનના કોલ્ડ સ્ટોરેજ ઇન્ચાર્જ અતુલ જોબન પુત્રાએ આપી માહિતી
સુરતના આ રિઝનલ ઓફિસથી દક્ષિણ ગુજરાતના તમામ પાંચ જિલ્લાઓ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વેક્સિનેશન સેન્ટરમાં મોકલવામાં આવશે. જે બાદ ત્યાંથી અન્ય હેલ્થ સેન્ટરમાં આ વેક્સિન મોકલવામાં આવશે. આ અંગેની તમામ રૂટની જાણકારી સુરત રિજિયનના કોલ્ડ સ્ટોરેજ ઇન્ચાર્જ અતુલ જોબન પુત્રા દ્વારા આપવા આવી છે.