- રાજ્યના આરોગ્ય પ્રધાનને કોરોના પોઝિટિવ દર્દીઓના પરિજનોએ ઘેરી લીધા
- દર્દીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે
- પોઝિટિવ દર્દીઓના પરિવારજનો રોષે ભરાયા હતા
સુરત: શહેરની કોવિડ હોસ્પિટલ ખાતે પહોંચેલા રાજ્ય આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીને પોઝિટિવ દર્દીઓના પરિવારજનોએ ઘેરી લીધા હતા. તેમણે રજૂઆત કરી હતી કે, તેમને પુરતી સગવડ મળી રહી નથી. દર્દીઓની હાલત કફોડી છે. ત્યાં સાફ સફાઇ પણ કરવામાં આવી રહી નથી. આ સાથે જ તેમને પોતાના દર્દીઓ સાથે વાત કરવામાં પણ મુશ્કેલીઓ થઇ રહી છે અને વીડિયો કોલ કરવાની સગવડ ધ્યાને લેવાતી નથી.
રાજ્યના આરોગ્ય પ્રધાનને કોરોના પોઝિટિવ દર્દીઓના પરિજનોએ ઘેરી લીધા આ પણ વાંચો :જામનગરની કોવિડ હોસ્પિટલમાં આજે શુક્રવારે 1,000 કોવિડ દર્દીઓ દાખલ થાય તેવી શક્યતા
કુમાર કાનાણી સતત તેમને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા હતા
લોકોએ રાજ્ય આરોગ્ય પ્રધાનનો ઘેરાવ કરી લીધો હતો અને કુમાર કાનાણી સતત તેમને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. દર્દીઓને થયેલી હાલાકીને કારણે પોઝિટિવ દર્દીઓના પરિવારજનો ખૂબ જ રોષે ભરાયા હતા.
આ પણ વાંચો :સુરતમાં નવનિર્મિત કિડની હોસ્પિટલમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ આજે મંગળવારથી શરૂ કરાશે
લોકોને સમસ્યા છે તેને દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે
કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, લોકોને હાલાકી થઈ રહી છે. સિમિત સંસાધનો છે. મેન પાવર ઓછો હોવા છતાં લોકોને સેવા આપવા માટે સરકાર કટિબદ્ધ છે. ઈન્જેક્શનની અછતને લઇને પણ તેમણે જણાવ્યું હતું કે, લોકોને સમસ્યા છે તેને દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. સરકાર તમામ જથ્થો મોકલી રહી છે. જોકે ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી લોકો ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે. પરંતુ લાંબી કતારોમાં ઊભા રહ્યા પછી પણ તેમને ઇન્જેક્શન મળી રહ્યા નથી.