- ‘મિશન પૃથ્વી’ અંતર્ગત આગામી એક વર્ષ દરમિયાન મહત્ત્વના પર્યાવરણીય પ્રોજેક્ટ્સ કરશે
- એક વર્ષ સુધી નક્કર પર્યાવરણીય કાર્યો કરવા માટે મોટાપાયે ‘મિશન પૃથ્વી’ નામે કરાર થયા છે
- રોટરી ડિસ્ટ્રીક્ટ સાથેના ‘મિશન પૃથ્વી’ પ્રોજેક્ટમાં અમારો મુખ્ય ધ્યેય ઈકો સિસ્ટમ રિસ્ટ્રોરેશનનો છે
સુરત: પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને રોટરી ડિસ્ટ્રીક્ટ 3060 વચ્ચે આગામી એક વર્ષ સુધી નક્કર પર્યાવરણીય કાર્યો કરવા માટે મોટાપાયે ‘મિશન પૃથ્વી’ નામે કરાર થયા છે, જે અંતર્ગત આગામી એક વર્ષની અંદર બંને સંસ્થાઓ સાથે મળીને ગુજરાતના અનેક શહેરોમાં મિયાવાકી ફોરેસ્ટ ( Miyawaki Forest ) તૈયાર કરશે. મોડેલ સ્ટેશન્સ બનાવશે અને હજારો વિદ્યાર્થીઓ સાથે નોલેજ એક્સચેન્જ પ્રોગ્રામ યોજશે.
રોટરી ડિસ્ટ્રિક્ટ 3,060ના ગવર્નર સંતોષ પ્રધાને MOU સાઈન કર્યા હતા
‘મિશન પૃથ્વી’ અંતર્ગત યોજાનારા આ પ્રોજેક્ટ માટે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરમેન ગ્રીનમેન વિરલ દેસાઈ તેમજ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર સંતોષ પ્રધાને MOU સાઈન કર્યા હતા. જેમાં ડિસ્ટ્રીક્ટ એનવાર્યમેન્ટ ચેર પંકજ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું, ‘આગામી એક વર્ષ દરમિયાન અમે ગુજરાતના અનેક શહેરો કે ગામોમાં વધુમાં વધુ મિયાવાકી ફોરેસ્ટ્સ ( Miyawaki Forest ) તૈયાર કરીશું કે મોડેલ સ્ટેશન્સ બનાવીશું.
આ પણ વાંચો:વીરાણીયા ગામે 18,000થી વધુ વૃક્ષો સાથે આકાર લઈ રહ્યું છે અર્બન ફોરેસ્ટ
10,000 જેટલા યુવાનોમાં પર્યાવરણીય બાબતોએ જાગૃતિ લાવીશું