- નવી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે છતનો પોપડું પડ્યું
- સિવિલના એચ-2 વોર્ડમાં રાત્રે દોઢ વાગ્યે બની ઘટના
- વોર્ડમાં દર્દીના માથાની બાજુમાં આ પોપડું પડ્યું એટલે જાનહાની ટળી
નવી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે છતનો પોપડું પડ્યું આ પણ વાંચોઃરાજકોટ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં કોરોનાથી 6 દર્દીના મોત થયા
વોર્ડમાં દર્દીના માથાની બાજુમાં આ પોપડું પડ્યું એટલે જાનહાની ટળી સુરતઃ નવી સિવિલ હોસ્પિટલમાં રાત્રે દોઢ વાગ્યે અચાનક જ એચ-2 વોર્ડમાં છતનું પોપડું પડ્યું હતું. આ પોપડું અહીં સુતેલા દર્દીની પાસે પડ્યો હોવાથી દર્દીનો આબાદ બચાવ થયો હતો. જોકે, સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની થઈ નહતી. આ સાથે અહીં ડોક્ટર્સ દ્વારા દર્દીઓની જગ્યાઓની ફેરબદલી કરાઈ હતી.
સિવિલના એચ-2 વોર્ડમાં રાત્રે દોઢ વાગ્યે બની ઘટના આ પણ વાંચોઃરાજકોટમાં મેયર તથા ડેપ્યુટી મેયરે લીધી કોરોના વોર્ડની મુલાકાત
નવી સિવિલમાં દર્દીઓને જર્જરિત વોર્ડમાં રખાય છે
સુરત નવી સિવિલ હોસ્પિટલના એવા કેટલા વોર્ડ હશે, જે આજની તારીખમાં જર્જરિત હાલતમાં છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાખવું પણ કોના ભરોસે રાખો તે મુશ્કેલ છે. કારણ કે સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને જર્જરિત થયેલા વોર્ડમાં મૂકવામાં આવે છે અને ફરી પાછી આવી ઘટના બને તો તેની જવાબદારી કોની? હવે જોવાનું રહ્યું કે નવી સિવિલ હોસ્પિટલ આ ઘટના બાદ જાગશે કે નહીં જાગશે તેમનો પ્રશ્ન છે.