- સુરતમાં મનપાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી
- અર્ચના ખાડી પાસે રોડ પર પાણી ભરાયા
- રસ્તા પર ગટર બ્લોક થઈ જતા પાણીનો નિકાલ થઈ રહ્યો નથી
સુરત : શહેરમાં મનપાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી છે. શહેરના વરાછા વિસ્તારમાં અર્ચના ખાડી પાસે રોડ પર પાણી ભરાયા છે. અર્ચના રોડ પર બાજુમાં જ ખાડી વહે છે. રસ્તા પર ગટર બ્લોક થઈ જતા પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતમાં ગટરનું પાણી ઉભરાતા રસ્તા પર પાણી ભરાયું આ પણ વાંચો : નગરપાલિકાની વાહન શાખાના શૌચાલયની ગટર ઉભરાતા કર્મચારીઓ ત્રસ્ત
નોકરી અને કામ પર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
સુરતમાં દર વર્ષે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાવા ના દ્રશ્યો સામે આવતા હોય છે. જેથી મનપા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવાની હોય છે, પરંતુ મનપાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી હોય તેવા દ્રશ્યો શહેરના વરાછા વિસ્તારમાં દેખાઈ રહ્યા છે. અર્ચના ખાડી પાસેના રોડ પર પાણી ભરાયું છે. અર્ચના રોડની બાજુમાં જ ખાડી વહે છે, રસ્તા પર ગટર બ્લોક થઈ જતા રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. નોકરી અને કામ પર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : રેલવેના DFCCIL દ્વારા ગટર માટે ખોદેલી ચેનલમાં ડૂબી જતા માતા-પુત્ર સહિત 3 લોકોના થયા મોત
પ્રિમોન્સુન કામગીરી ફેલ થઈ
ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે. ત્યારે શહેરના અર્ચના ખાડી પાસે ગટરનું પાણી ઉભરાતા રસ્તા પર પાણી ભરાઈ જતા મનપાની પ્રિમોન્સુન કામગીરી પોલ ખુલ્લી પડી ગઇ છે.