- સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરાશે
- 1થી 16 ઓકટોબર વચ્ચે નોંધણી કરાવી શકાશે
- લોકોની સવલત માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો
ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન 2021- 22 માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ મારફત લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરવામાં આવનાર છે. આ માટેની નોંધણી પ્રક્રિયા (Registration process) તા. 1 ઓકટોબરના રોજથી શરૂ થશે.
ઓનલાઇન નોંધણી કરાવી શકાશે
આ અંગે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL) ની યાદીમાં જણાવ્યા અનુસાર લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. જે અંતર્ગત મગફળીની ખરીદી માટે તા.01/10/2021 થી તા.31/10/2021 સુધી, જ્યારે ડાંગર, મકાઇ અને બાજરી માટે તા.01/10/2021 થી તા.16/10/2021 સુધી નોંધણી (Registration) કરાવી શકાશે.
આ પણ વાંચો: સાબરકાંઠાના 16 ખેડૂતો પહોંચ્યાં ઇન્દોર, શીખી રહ્યાં છે આ પાકની ખેતી