ગુજરાત

gujarat

ટ્યૂશન ક્લાસિસ ખોલવાની પરવાનગી આપવા કોર્પોરેટર્સને રજૂઆત કરાઈ

By

Published : Mar 26, 2021, 7:42 PM IST

સુરતના ઉધના વિસ્તારના ટ્યૂશન ક્લાસીસ એકેડેમિ દ્વારા સ્થાનિક કોર્પોરેટર્સને મળીને ટ્યૂશન ક્લાસિસ ચાલુ કરવા બાબતે મુલાકાત કરી હતી. ટ્યૂશન ક્લાસિસ દ્વારા જે વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઓછું છે ત્યાં ટ્યૂશન ક્લાસિસ ચાલું કરવા પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી.

ટ્યૂશન ક્લાસિસ ખોલવાની પરવાનગી આપવા કોર્પોરેટર્સને રજૂઆત કરાઈ
ટ્યૂશન ક્લાસિસ ખોલવાની પરવાનગી આપવા કોર્પોરેટર્સને રજૂઆત કરાઈ

  • સુરતમાં ટ્યૂશન ક્લાસિસ ચલાવતા શિક્ષકોની હાલત ખરાબ
  • ટ્યૂશન ક્લાસિસ એકેડેમિના પ્રમુખ તથા મેમ્બરોએ સ્થાનિક કોર્પોરેટર્સની મુલાકાત લીધી
  • સુરતમાં કોરોના સંક્રમણ ઓછું છે ત્યા ટ્યૂશન ક્લાસિસ ખોલવાની પરવાનગી માંગી

આ પણ વાંચોઃ વડોદરામાં કોરોનાનું ગ્રહણ લાગતા 11 મહિનામાં 100થી વધુ કોચિંગ ક્લાસિસ બંધ

સુરતઃ જિલ્લાના સુરત શહેરમાં શુક્રવારે ઉધના વિસ્તારના ટ્યૂશન ક્લાસિસ એકેડેમિના પ્રમુખ તથા મેમ્બરોએ સ્થાનિક કોર્પોરેટર્સની મુલાકાત લીધી હતી. મુલાકાત કરેીને કોર્પોરેટરને રજૂઆત કરી હતી કે, હાલ સુરતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, પણ જે વિસ્તારોમાં કોરોનાના કેસો ઓછા હોય ત્યાં ટ્યૂશન ક્લાસિસ ખોલવા દેવામાં આવે. તેમના દ્વારા સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. દોઢ મહિના પછી બોર્ડની પરીક્ષા છે, હાલ વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ ચાલે છે. જો ઓફલાઇન ક્લાસ લેવામાં આવે તો વિદ્યાર્થીઓને વધુ સારું રહેશે. તેઓ છેલ્લા 1 વર્ષથી ટ્યૂશન ક્લાસના ભાડા ભરી શકતા નથી. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આવી રહી છે અને આ રીતે ઓનલાઇન ક્લાસમાં બરોબર ભણી શકાય નહીં તેથી ઓફલાઇન ક્લાસ ચાલે તો વિદ્યાર્થીઓ માટે વધુ સારું રહેશે. મોટાભાગના શિક્ષકોની આજીવિકા ટ્યૂશન ક્લાસ જ છે.

સુરતમાં કોરોના સંક્રમણ ઓછું છે ત્યા ટ્યૂશન ક્લાસિસ ખોલવાની પરવાનગી માંગી

કોર્પોરેટર્સે શુ કહ્યું ?

કોર્પોરેટર્સ દ્વારા જણઆવવામાં આવ્યું હતુ કે, હોળી-ધુળેટીના તહેવાર ગયા બાદ બધા સાથે મળીને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની મુલાકાત કરશું. મુલાકાત કરીને ટ્યૂશન ક્લાસિસ ખોલવા અંગે ચર્ચા કરીશું અને આ અંગે કોઈ નિર્ણય કરે. તેમને ખાતરી છે કે, રાજ્ય શિક્ષણ બોર્ડ આ સંદર્ભે ચોક્કસ કોઈ સારો નિર્ણય લેશે.

ટ્યૂશન ક્લાસિસ ખોલવાની પરવાનગી આપવા કોર્પોરેટર્સને રજૂઆત કરાઈ

આ પણ વાંચોઃ કોરોના કાળમાં ટ્યુશન ક્લાસ બંધ થયા સંચાલકે શરૂ કર્યું જુગારખાનું, 7 આરોપીની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details