- વીજ કંપનીના કર્મચારીઓએ રાત-દિવસ એક કરી ગણતરીના કલાકોમાં જ વિજપુરવઠો ફરી ચાલુ કર્યો
- તૌકતે વાવઝોડાને લીધે વીજપુરવઠો ખોરવાયો હતો
- નઘોઈ ગામે 15 વિજપોલ ધરાશાયી થયા હતા
સુરતઃ‘‘તૌકતે’’ વાવાઝોડાએ પવનના સુસવાટાઓ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં નુક્સાન થયું છે. સુરત જિલ્લાના ઓલપાડના દરિયાકિનારાના ગામોમાં ભારે પવન ફુંકાવાના કારણે ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીપાક, વૃક્ષો તથા વીજપુરવઠો અસરગ્રસ્ત થયા હતા.
વીજ લાઈન ચાલુ કરવા વીજ કંપનીએ યુદ્ધના ધોરણે કરી કામગીરી આ પણ વાંચોઃસુરતમાં ભારે વરસાદને કારણે મંદિરમાં પાણી ઘુસ્યા
વીજ થાંભલાઓ પડી જતા 4 ગામનો વીજ પુરવઠો ખોરવાયો હતો
17મેના રોજ નઘોઈ વિસ્તારમાં 15 જેટલા વીજ થાંભલાઓ પડી જતા નઘોઈ, ભટગામ, અસનાડ, કમરોલી એમ 4 ગામનો વીજ પુરવઠો ખોરવાયો હતો. તત્કાલ જાણ થતા દક્ષિણ ગુજરાત વીજ કંપની ઓલપાડ સ્થિત નાયબ ઈજનેર સી.એચ.મોદીની ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરીને આરંભી હતી. ભટગામના યુવાનો પણ વીજકંપની સાથે ખભેખભા મિલાવીને થાંભલાઓ યુધ્ધના ધોરણે ઉભા કરીને વીજ પુરવઠો કાર્યરત કરાયો હતો.
વીજ લાઈન ચાલુ કરવા વીજ કંપનીએ યુદ્ધના ધોરણે કરી કામગીરી 22જેટલા કર્મચારીઓએ રાત-દિવસ કામ કર્યું
નાયબ ઈજનેર ચિરાગ મોદીએ જણાવ્યું હતું કે, 17મેના સાંજના 4 ક્લાકે વરસાદ અને પવનના કારણે 15 થાંભલાઓ પડી ગયા હતા. યુદ્ધના ધોરણે અમારી વીજકંપની 22 જેટલા કર્મચારીઓ અને ભટગામના યુવાનોના સહયોગથી રાત્રિના 8 ક્લાક સુધીમાં થાંભલાઓ ઉભા કરી મધ્યરાત્રી સુધીમાં ચાર ગામોના 1100 જેટલા વીજ કનેકશનો કાર્યરત કરી દેવામાં આવ્યા હતા.
વીજ લાઈન ચાલુ કરવા વીજ કંપનીએ યુદ્ધના ધોરણે કરી કામગીરી આ પણ વાંચોઃસુરતમાં તૌકતે વાવાઝોડાના કારણે 2 દિવસમાં 275થી વધુ વૃક્ષ ધરાશાયી
વાવઝોડાને કારણે 37ગામડાઓમાં 50 જેટલા થાંભલાઓ પડી ગયા હતા
ચિરાગ મોદીએ વધુમાં કહ્યું હતું કે, ઓલપાડ સબ ડિવિઝનમાં આવતા 37 ગામોમાં 50થી વધુ થાંભલાઓ ધરાશાયી થયા હતા. જેને યુદ્ધના ધોરણે વીજપુરવઠો નિયમિત કરવા માટે અમારી ટીમના ડે.એન્જિનિયર, લાયનમેન, હેલ્પર સહિતના 22 કર્મચારીઓ સતત ત્રણ દિવસથી દિવસ-રાત જોયા વિના કામગીરી કરી રહ્યા છે.