ગુજરાત

gujarat

ETV Bharat / city

મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવેદન સુરતના લોકોએ આપ્યો અનોખો પ્રતિભાવ - કાશ્મીરમાંથી 370ની કલમ

મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા એક નિવેદન(Maharashtra Governor statement) આપવામાં આવ્યું હતું કે, મુંબઈ અને થાણેમાંથી જો ગુજરાતી અને રાજસ્થાની લોકોને કાઢી નાખવામાં આવે તો મહારાષ્ટ્રમાં પૈસા નહીં બચશે. આ નિવેદનને લઈને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું(Maharashtra politics heated up) છે. આવો આપણે જાણીએ આ નિવેદનને લઈને ગુજરાતના સુરતના લોકો શું કહે છે?

મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવેદન સુરતના લોકોએ આપ્યો અનોખો પ્રતિભાવ
મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવેદન સુરતના લોકોએ આપ્યો અનોખો પ્રતિભાવ

By

Published : Jul 30, 2022, 11:04 PM IST

સુરત:મહારાષ્ટ્રના શિવસેના(Shiv Sena Party of Maharashtra) અને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા આ નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં હાલ રાજકારણ ગરમાયો કારણ કે, મહારાષ્ટ્ર રાજ્યપાલ(Maharashtra Governor statement) ભગતસિંહ કોશયારીએ એક કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે, "મુંબઈ અને થાણે માંથી જો ગુજરાતી અને રાજસ્થાની સમાજને કાઢી નાખવામાં આવે તો મહારાષ્ટ્રમાં પૈસા નહીં બચશે" તેમના આ નિવેદનને લઈને મહારાષ્ટ્રીયન લોકોમાં ભારેરોષ(Outrage Among Maharashtra People) જોવા મળે રહ્યો છે. જેને લઇને ત્યાંનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના શિવસેના અને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા આ નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવો જાણીએ આ નિવેદનને લઈને ગુજરાતના સુરતના લોકો શું કહી રહ્યા છે?

મહારાષ્ટ્રના શિવસેના અને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા આ નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:Reactions to Koshyari statement : ગુજરાતના ખૂણેખૂણાના લોકોએ કોશ્યારીના નિવેદન અંગે શું આપી પ્રતિક્રિયા જૂઓ

સુરતમાં દરેક સમાજના લોકો રહે છે -રાજ્ય કે શહેર હોય, એનો વિકાસ દરેક સમાજના લોકો સાથે જ થાય છે. અક્ષય પટેલે જણાવ્યું હતું કે, સુરત યુવાવર્ગ તરીકે હું એમ કહીશ કે, કોઈપણ દેશ, રાજ્ય કે પછી શહેર હોય દેશના વડાપ્રધાન જ્યારે એમ કહે છે કે, સૌનો સાથ સૌનો વિકાસને લઈને દેશના વિકાસ માટે વાત કરતા હોય છે. સુરતની વાત કરવામાં આવે તો આ શહેરમાં દરેક સમાજના લોકો રહે છે. જેને કારણે સુરતની વિશ્વમાં ગણના થાય છે. કોઈપણ રાજ્ય કે શહેર હોય, એનો વિકાસ દરેક સમાજના લોકો સાથે જ થાય છે. જેમકે હાલ થોડા વર્ષો પહેલા વડાપ્રધાન દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ(Article 370 from Kashmir) હઠાવી તેના પાછળનું કારણ એ છે કે, કાશ્મીરમાં જઈ દરેક સમાજના લોકો રહેશે ત્યારે ત્યાં વિકાસ થશે.

સુરત એશિયાનું ઝડપથી વિકાસનું શહેર છે - મહારાષ્ટ્રમાં ગુજરાત અને રાજસ્થાની સમાજના લોકો પણ મહેનત કરે છે. ત્યાંના વિકાસમાં પોતાનો ફાળો આપે છે. ગુજરાતમાંથી ઘણા બધા યુવાનો મહારાષ્ટ્રમાં ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા છે. તેમાં રાજસ્થાનમાંથી પણ ઘણા બધા લોકો ટેક્સટાઇલ વેપાર સાથે પણ સંકળાયેલા છે. તેને કારણે ત્યાંનું મોટાભાગનું અર્થતંત્ર એના કારણે ચાલે છે. આજે મુંબઈમાં પણ ટેક્સટાઇલ અને ડાયમંડ નું હબ છે. તેજ રીતે સુરતમાં ઘણા બધા લોકો બહારથી આવી આર્થિક વેપાર સાથે સંકળાયેલા છે. સુરત બધાને સમાવે છે તેથી આજે સુરત એશિયાનું ઝડપથી વિકાસનું શહેર છે. એમ માનવામાં આવે તો આખા ગુજરાતને સુરત આર્થિક રીતે મદદરૂપ થતું હોય છે. આજ રીતે મહારાષ્ટ્રમાં પણ જે ગુજરાત અને રાજસ્થાની સમાજના લોકો છે તે લોકો પણ મહેનત કરે છે. ત્યાંના વિકાસમાં પોતાનો ફાળો આપે છે.

આ પણ વાંચો:ગુજરાતીઓ પરના નિવેદન પર ફસાયા કોશિયારી, CM શિંદે ભરી શકે છે મોટુ પગલું

મહારાષ્ટ્રમાં કઈ રીતે વિકાસ થઈ શકે તેની ઉપર ધ્યાન આપવું જોઈએ - આ નિવેદન વિશે ત્યાંની પ્રજા વિચારશે. તથા મહારાષ્ટ્રમાં કઈ રીતે વિકાસ થઈ શકે તેની ઉપર ધ્યાન આપવું જોઈએ. તેજસ્વર પાંડે જણાવ્યું હતુ કે, એમનો કહેવાનો મતલબ કંઈક અલગ હતો અને લોકોએ સમજ્યા અલગ જેમાં કેટલાક લોકો દ્વારા આ નિવેદનને લઈને રાજનીતિ કરી રહ્યા છે. મેં તેમનું નિવેદન સાંભળ્યું તો મહારાષ્ટ્રમાં જે રીતે જાતિવાદને લઈને રાજનીતિ કરવામાં આવે છે. મરાઠી, ગુજરાતી, રાજસ્થાનીઓને લઈને જે રીતે રાજનીતિ કરવામાં આવે છે, તે થવું ન જોઈએ. તેમણે તે કહેવાની કોશિશ કરી હતી કે, મહારાષ્ટ્રમાં જે રીતે રાજકારણ કરવામાં આવે છે. પરપ્રાંતીઓને બહાર કાઢો તેન બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ બધા લોકોએ સાથે મળીને બનાવ્યું છે ત્યારે તેનો વિકાસ થયો છે. રાજ્યપાલના નિવેદન ઉપર રાજકારણ કરવું બંધ કરવું જોઈએ. આ નિવેદન વિશે ત્યાંની પ્રજા વિચારશે.

ABOUT THE AUTHOR

...view details