- દક્ષિણ ગુજરાતના લઘુ ઉદ્યોગો ડિફેન્સ સપ્લાય ચેઇનમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી શકે તેમ છે
- ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરીને કરાઈ હતી રજૂઆત
- ટૂંક સમયમાં ચેમ્બર દ્વારા મિટીંગ અથવા અવેરનેસ પ્રોગ્રામનું પણ આયોજન કરાશે
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરી ડૉ.અજય કુમારને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની માહિતી આપી દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા લઘુ ઉદ્યોગો ડિફેન્સ સપ્લાય ચેઇનમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી શકે તેમ હોવા અંગેની માહિતી લઘુ ઉદ્યોગો સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા ડિફેન્સ ક્ષેત્ર માટે યુનિફોર્મ, પેરાશુટ, અમ્બ્રેલા, ટેન્ટ અને સેફટી શુઝનું મેન્યુફેકચરીંગ કરવાની શકયતા રહેલી છે, તેમ પણ જણાવવામાં આવ્યું હતું.
તાત્કાલિક ધોરણે ટેક્સટાઈલ સંબંધિત જરૂરિયાતો પૂરી પાડીશું