- સંરક્ષણ ક્ષેત્રમાં સુરત ટેક્સટાઈલ ઉદ્યોગનો મોટો ફાળો
- કાપડ ઉદ્યોગ માટે નવી તક
- ટેક્સટાઈલ ઉદ્યોગ ડિફેન્સ ક્ષેત્ર માટે યુનિફોર્મ અને સેફ્ટી શુઝનું કરશે મેન્યુફેક્ચરિંગ
સુરત: સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરી ડો. અજય કુમારને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની માહિતી આપી દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા લઘુ ઉદ્યોગો ડિફેન્સ સપ્લાય ચેનમાં ખુબ જ મહત્વનો ફાળો આપી શકે તેમ હોવાથી તે અંગેની માહિતી લઘુ ઉદ્યોગો સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ સાથે ટેક્સટાઈલ ઉદ્યોગ ડિફેન્સ ક્ષેત્ર માટે યુનિફોર્મ અને સેફ્ટી શુઝનું મેન્યુફેક્ચરિંગ કરશે તેવી શક્યતા રહેલી છે. હાલ પણ દક્ષિણ ગુજરાતથી કાપડ ઉદ્યોગ ડિફેન્સ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પેરાશૂટ અને જવાનોના બેગના કાપડ સુરતથી જાય છે.
ભારતીય સેના માટે અનેક વસ્તુઓની જરૂરિયાત
આ દરમિયાન ભારત સરકારનાં સંરક્ષણ મંત્રાલય તરફથી ભારતીય સેના માટે રહેલી જરૂરિયાત વિશે ચેમ્બરને માહિતી પાઠવવામાં આવી છે. જેમાં ભારતીય સેના માટે ટ્રાઉઝર, કોટ, ગ્લેશિયર મેટ્રેસ, સ્લિપિંગ બેગ સ્પેશિયલ, એક્સ્ટ્રીમ કલોથ એન્ડ સેક્સ વીડીયો રે વસ્તુઓની જરૂરિયાત રહે છે તેમ જણાવ્યું હતું.