સુરત: કોવિડ-19ના રોગચાળામાં કચરા પેટીમાં જમવાનું શોધી રહેલા વૃદ્ધ એક સમયે સુરતના જરીના વેપારી હતા. લાખો રૂપિયાની પ્રોપર્ટી હોવા છતાં તેઓની સ્થિતિ ખૂબ જ દયનિય બની છે. એક સમયે પ્રખ્યાત ઝરી ઉત્પાદક અને સફળ ઉદ્યોગપતિ હાલ રુદરપુરા વિસ્તારમાં તેના ઘરથી આશરે અડધો કિ.મી. દૂર કચરાની પેટી પાસે જમવાનું શોધી રહ્યા હતા. આ અંગેની જાણકારી એક જાગૃક નાગરિકે સમાજ સેવક પિયુષ શાહને આપી હતી.
એક સમયે જરી ઉદ્યોગમાં લાખો કમાનાર વેપારી આજે કચરાના ઢગલામાંથી જમવાનું શોધતા મળ્યા વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે 75 વર્ષીય બાલુ રાણાની એક મહિના પહેલા તેની મોટી પુત્રી કૌશલ્યા કોરોના વાઈરસથી મૃત્યુ પામ્યા હતા, રાણા પાસે તેની સંભાળ રાખવા માટે કોઈ નહોતું, તેને ત્રણ પુત્રો છે. જેમાંથી એક માનસિક રોગી છે. એક પણ પુત્રે તેમની કાળજી લીધી નથી અને તેમને ત્યજી વર્ષો પહેલા ચાલ્યા ગયા હતા. અત્યાર સુધી કૌશલ્યાએ તેમની સંભાળ લીધી હતી. પરંતુ કૌશલ્યાના મોત બાદ જમવાનું નહિ મળતા આખરે કચરા પેટીમાં જમવાનું શોધવાનું શરૂ કર્યું.
એક સમયે જરી ઉદ્યોગમાં લાખો કમાનાર વેપારી આજે કચરાના ઢગલામાંથી જમવાનું શોધતા મળ્યા આજીવન કમાણી કરી ત્રણ પુત્ર અને બે પુત્રીની પગભર કરનારા બાલુ રાણાને હાલ કોઈ કાળજી લેનારું નથી. ત્રણ માળનું મકાન બનાવનારા બાલુ રાણા આજે તેમાં જ દયનિય સ્થિતિમાં રહે છે. મકાન પણ જર્જરિત થઈ ગયું છે. 48 વર્ષનો ઉમેશ ડાયમંડ યુનિટમાં કામ કરે છે, જ્યારે સૌથી નાનો મહેશ એક ઝરી યુનિટમાં નોકરી કરે છે. પરંતુ આજે કોઈ પણ તેમની સાથે રહેવા તૈયાર નથી.
એક સમયે જરી ઉદ્યોગમાં લાખો કમાનાર વેપારી આજે કચરાના ઢગલામાંથી જમવાનું શોધતા મળ્યા આ આ અંગે સમાજ સેવક સાહેબએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તેમના પુત્ર સાથે વાતચીત પણ કરી છે. પુત્રો તેમને રાખવા તૈયાર પણ થઇ ગયા હતા, પરંતુ છેલ્લા બે દિવસ થયા છતાં ત્યા સુધી તેઓએ બાલુ રાણાનો સંપર્ક કર્યો નથી. રાણા સમુદાય પરંપરાગત રીતે ઝરીના ઉત્પાદનમાં સામેલ છે, જે સુરતના સૌથી પ્રાચીન ઉદ્યોગો છે.
હીરાનું કટીંગ અને પોલિશિંગ શરૂ થાય તે પહેલા, કિંમતી ધાતુઓની બનેલી શુદ્ધ ઝરીએ શહેરની ઓળખ હતી. ઝરીના વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા ઉદ્યોગપતિઓ રુદરપુરામાં રહે છે. જે એક સમયે ઝરી એકમો સાથે જોડાયેલા હતા. જેમાંના એક બાલુ રાણા છે. પરંતુ સુખ સંપત્તિ સાથે એશ્વર્ય ભરેલું જીવન જીવનાર બાલુ રાણા આજે દયનીય સ્થિતિમાં રહેવા મજબૂર થઈ ગયા છે. આસપાસના લોકો જ નહી તેમના પુત્રો પણ તેમની સંભાળ લેવા તૈયાર નથી.