ગુજરાત

gujarat

ETV Bharat / city

આજીવન કેદનો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થયા બાદ ફરી ઝડપાયો

પોતાની જ પત્નીના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો, જેને ડીસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી ફરી એક વખત જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આજીવન કેદનો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થયા બાદ ફરી ઝડપાયો
આજીવન કેદનો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થયા બાદ ફરી ઝડપાયો

By

Published : Oct 23, 2020, 4:18 PM IST

Updated : Oct 23, 2020, 4:49 PM IST

  • સુરતમાં આજીવન કેદનો આરોપી ફરી ઝડપાયો
  • સુરતમાં પત્નીની હત્યામાં સજા કાપી રહ્યો હતો
  • પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી કરી હતી હત્યા
  • ડીસીબી પોલીસે બાતમીના આધારે ઝડપ્યો

સુરત: ડીસીબી પોલીસે બાતમીના આધારે આરોપી દિલીપ રમણભાઈ ઘોડિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી વાપી ખાતે આવેલા ચલાગામ ખાતે રહેતો હતો અને વર્ષ 2005માં પોતાની જ પત્ની પર ચારિત્ર્ય પર શંકા રાખી તેની હત્યા કરી દીધી હતી. આ મામલે તેને વલસાડથી 14 માર્ચ 2013માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો. 21 દિવસ પૂરા થયા હોવા છતાં આરોપી જેલમાં હાજર થયો ન હતો.

જોકે, આરોપીને 5 જૂન 2020માં 21 દિવસના પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ 21 દિવસ પૂરા થયા હોવા છતાં આરોપી જેલમાં હાજર થયો ન હતો અને પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. જોકે, સુરતની ડીસીબી પોલીસે ફરી એક વખત તેને બાતમીના વેડરોડ પાસેથી ઝડપી પાડી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Last Updated : Oct 23, 2020, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details