- ધર્મેશ ભંડેરીએ સુરતની આરોગ્યકીય વ્યવસ્થા ખાડે ગઈ હોવાના કર્યા આક્ષેપ
- રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિને પત્ર લખ્યો
- વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું
સુરત: જિલ્લામાં આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેઓએ લખ્યું હતું કે, સુરત શહેરમાં કોરોના સંક્રમણમાં અત્યંત વધારો થયો છે. તેને પહોંચી વળવા વહીવટી તંત્ર સદતર નિષ્ફળ નીવડ્યું છે. સિવિલ, સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિને પત્ર લખ્યો આ પણ વાંચો:આરોગ્ય સચિવ જ્યંતિ રવિએ ગોંડલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
સ્થાનિક વહીવટી તંત્રની ઉદાસીનતા જવાબદાર
દર્દીની વધતી જતી સંખ્યાને પહોંચી વળવા અપૂરતો સ્ટાફ, દવાઓનો અપૂરતો જથ્થો, ઓક્સિજન, ઇન્જેક્શનો અને અપૂરતા વેન્ટિલેટરના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તથા તબીબી સિસ્ટમ પડી ભાંગી હોય તેમ લોકોને પડી રહેલી હાલાકી અને મુશ્કેલી પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનનો અભાવ જોવા મળે છે.
ધર્મેશ ભંડેરીએ સુરતની આરોગ્યકીય વ્યવસ્થા ખાડે ગઈ હોવાના કર્યા આક્ષેપ આ પણ વાંચો:રાજકોટઃ જ્યંતિ રવિને માસ્ક આપવા આવતા કોંગી કાર્યકરોની અટકાયત
200 વેન્ટિલેટર સહિતની સુવિધાઓ આપવા માંગ
વધુમાં પાલિકામાં આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિને પત્ર લખી શહેરની ગંભીર સ્થિતિમાં યુદ્ધના ધોરણે મદદ પહોંચાડવા રજૂઆત કરી છે. પત્રમાં તેમણે સુરત શહેરની અને હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી ઓક્સિજન, દવાનો જથ્થો અને 200 જેટલા વેન્ટિલેટર ફાળવવા રજૂઆત પણ કરી છે.