ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના અમરોલી તાપી બ્રિજ પરથી બે મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો - ગુજરાત

સુરતના અમરોલી તાપી નદીના બ્રિજ પરથી બે મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકીના મોઢા પર ઇજાના નિશાનો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને લઈને અમરોલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

Surat news
Surat news

By

Published : Jan 19, 2021, 7:42 PM IST

  • તાપી બ્રિજ પરથી બે મહિનાની માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો
  • બાળકના મોઢા પર ઇજાના નિશાન મળી આવ્યા
  • આ રીતે બાળકને મૂકી જવા પાછળ શું કારણ
    સુરત

સુરત: જિલ્લાના અમરોલી તાપી બ્રિજ પરથી બે મહિનાના માસૂમબાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોની નજર લાશ પર પડતા પોલીસને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. આ ઘટનાને લઇને આસપાસના વિસ્તારનમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

સુરત

બાળકી કોની હશે તે પણ તપાસનો વિષય

અહીં મહત્વનું છે કે માસૂમ બાળકીના મો પર ઇજાના નિશાન મળી આવતા પોલીસ આ દિશામાં સઘન તપાસ કરી રહી છે. નાની એવી બે મહિનાના બાળકીને આ રીતે મૂકી જવા પાછળ શું કારણ હશે અને બાળકી કોની હશે તે પણ એક તાપસનો વિષય બન્યો છે. હાલ સમગ્ર ઘટના વિશે કતારગામ પોલીસ ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.

સુરત

ABOUT THE AUTHOR

...view details