સુરત: શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 43 પર પહોંચી છે. શહેરમાં બે હોટસ્પોટ વિસ્તાર છે અને અત્યાર સુધી 4ના મોત અને 7 ને ડિસ્ચાર્જ કરાયા હતાં. કોરોના વાઇરસને લઈને દેશમાં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. જેથી 3 મે સુધી હવે દેશમાં લોકડાઉન રહેશે. આ અંગે સુરત મહાનગરપાલિકાએ હોમ ક્વોરોન્ટાઈન મુદ્દે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. હોટસ્પોટ વિસ્તાર રાંદેર અને ઝાંપા બજાર સંદત બંધ રહેશે. 14 એપ્રિલ બાદ પણ લોકો ક્વોરોન્ટાઈન રહેશે. બીજો હુકમ ન થાય ત્યાં સુધી લોકો ઘરમાં જ રહેશે.
સુરતના હોટસ્પોટ વિસ્તાર રાંદેર અને ઝાંપા બજાર સદંતર બંધ રહેશે - સોશિયલ ડિસ્ટન્સનું પાલન
કોરોના વાઇરસને લઈને દેશમાં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. જેથી 3 મે સુધી હવે દેશમાં લોકડાઉન રહેશે. આ અંગે સુરત મહાનગરપાલિકાએ હોમ ક્વોરોન્ટાઈન મુદ્દે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. હોટસ્પોટ વિસ્તાર રાંદેર અને ઝાંપા બજાર સંદત બંધ રહેશે. 14 એપ્રિલ બાદ પણ લોકો ક્વોરોન્ટાઈન રહેશે. બીજો હુકમ ન થાય ત્યાં સુધી લોકો ઘરમાં જ રહેશે.
કોરોનાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. શહેરમાં રોજે રોજ વધી રહેલા પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને તંત્ર આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. સુરતના વેસુ વીઆઈપી રોડ પર સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી રાખનાર તેમજ માસ્ક વગર રસ્તે નીકળેલા લોકોને અઠવા ઝોનના અધિકારીઓ દ્વારા હજાર રૂપિયાથી માંડીને ગંભીરતા પ્રમાણે દંડ ફટકારવામાં આવ્યો હતો.
દુકાનો બંધ કરાવીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવ્યું હતું. સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર 153 વ્યક્તિઓને રૂ.31 હજાર અને માસ્ક ન પહેરનારા 5 વ્યક્તિઓને રૂ.25000નો દંડ કરવામાં આવ્યો છે. હવે માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને રૂ. 5000નો દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા અને જરૂરી કામ હોય ત્યારે બહાર નીકળતી વખતે શહેરીજનોએ માસ્ક અચૂક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવાની જાહેર પાલિકા કમિશ્નર બંછાનિધી પાનીએ જનતાને અપીલ કરી હતી.