ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ ટેક્સટાઈલ માર્કેટમાં નોંધાયા - textile market corona ceses

શહેરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને હવે રાજ્યમાં સૌથી ખરાબ પરિસ્થિતિ સુરતની છે, ત્યારે સુરતમાં શહેરમાં સૌથી વધારે કેસ ટેક્સટાઈલ માર્કેટમાંથી આવી રહ્યા છે એટલે ટેક્સ્ટાઇલ માર્કેટમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે સુરત મહાનગરપાલિકાના વેપારીઓ કાપડ માર્કેટ શનિવાર અને રવિવારના રોજ બંધ રાખવા અનુરોધ કરી રહ્યા છે.

સુરત
સુરત

By

Published : Mar 18, 2021, 4:38 PM IST

Updated : Mar 18, 2021, 6:00 PM IST

  • શનિ-રવિવારે ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ રહેવાની શક્યતા
  • ટેક્સ્ટાઇલ માર્કેટમાં અત્યાર સુધી 70 નવાં પોઝિટીવ કેસ મળ્યા
  • તમામ ટેક્સ્ટાઈલ માર્કેટના પદાધિકારીઓને અપાઈ છે સુચના

સુરત : મહાનગરપાલિકાના અધિકારીઓ, વેપારીઓ અને આગેવાનો સાથે સતત બેઠક કરી રહ્યા છે અને બેઠકની અંદર કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન થાય તે બાબતે પણ સૂચનો આપ્યા છે. આ ઉપરાંત કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે શનિવાર અને રવિવારના રોજ ટેક્સટાઇલ માર્કેટને બંધ રાખવા માટેના પણ સૂચનો કરવામાં આવ્યા છે. ટેક્ષટાઈલ માર્કેટમાં બહારના રાજ્યોમાંથી આવતા વેપારીઓને ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવીને માર્કેટમાં પ્રવેશ કરવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:સુરતમાં બહારથી આવતા લોકોને સાત દિવસ માટે રહેવું પડેશે હોમ ક્વૉરન્ટાઈન

ટેક્સ્ટાઇલ માર્કેટ વિસ્તારમાં અન્ય રાજ્યના વધુ લોકો

વેપારીઓ અને આગેવાનોએ પણ ગાઈડલાઈનનું પાલન કરવાની બાંહેધરી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આપી છે. સુરતની અલગ-અલગ ટેક્સ્ટાઇલ માર્કેટમાં અત્યાર સુધી 70થી વધુ કેસો સામે આવતા સુરત મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે. ટેક્સ્ટાઇલ માર્કેટ શનિવારે બંધ રહેશે કે નહીં તે અંગેનો નિર્ણય બેઠકમાં લેવામાં આવશે. આ અંગે સુરતના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું છે કે, તમામ ટેક્સ્ટાઈલ માર્કેટના પદાધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, ટેકસટાઇલ વિસ્તારમાં અન્ય રાજ્યોમાંથી વધું લોકો આવતા હોય છે, જેથી તકેદારીના પગલા લેવામાં આવે. ઉપરાંત આવા વિસ્તારમાં ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે.

આ પણ વાંચો:દેશમાં કોરોના પોઝિટિવ કેસોમાં સુરત બીજા ક્રમે, જીમ સહિત થિયેટર અને સરકારી બસો બંધ

Last Updated : Mar 18, 2021, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details