સુરતઃ ડોનેટ લાઈફ દ્વારા 28 વખત હૃદય અને3 વખથ ફેફસાનું દાન કરવામાં આવ્યું છે. ડોનેટ લાઈફે બ્રેનડેડ 41 વર્ષીય ઈલાબેન પટેલના પરિવારે સાથે મળીને ઈલાબેનનું હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 7 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરતથી 1610 કિ.મીનું અંતર 180 મિનીટમાં કાપીને દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થિની હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જે ચેન્નેઈની MGM હોસ્પિટલમાં સારવાર લઇ રહીં હતી. આ ઉપરાંત મુંબઈની 61 વર્ષીય મહિલાાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ મહિલા ચેન્નઈની એપોલો હોસ્પીટલમાં સારવાર લઇ રહીં હતી.
સુરતના કોસાડ વિસ્તારમાં રહેતા ઇલા પટેલ 27 સપ્ટેમ્બરના રોજ બેભાન થઇ ગયા હતા. જેથી પરિવારે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન ડૉક્ટરોએ તેમને તેમનું મોત થયું છે. પરિવારજનોએ તેમને તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ડોકટરો તેમને બ્રેન્ડેડ જાહેર કર્યાં હતા.
ઇલાબેનના બ્રેન્ડેડ થવાના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે હતું. ઈલાબેનના દિયર પુષ્પેન્દ્રભાઈ અને તેમના મિત્ર બિપીનભાઈએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલિફોનીક સંપર્ક કરી અંગદાનની પ્રક્રિયા સમજવા તેમને હોસ્પિટલ બોલાવ્યા હતા. જ્યાં ડોનેટ લાઈફની ટીમે ઈલાબેનના પુત્રો તનવીર અને આર્યન, દિયર તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.