સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા સ્નેહ સંકુલ વાડી સામે પાર્ક કરેલી એક ફોર વ્હીલ કારમાંથી મોડી રાત્રે જિમ ટ્રેનરની ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગેની જાણકારી સ્થાનિક લોકો દ્વારા પોલીસને આપવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા અડાજણ પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.
સુરતના અડાજણમાંથી ખાનગી કારમાં જિમ ટ્રેનરની ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો - જિમ ટ્રેનરનું મોત
સુરતના અડાજણ વિસ્તારમાંથી મોડી રાત્રે એક ફોર વ્હીલ કારમાંથી જિમ ટ્રેનરની ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. પોલીસને ફોર વ્હીલમાંથી ઇન્જેક્શન અને એસ્ટરોઇડની બોટલ મળી હતી. જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇન્જેક્શનના નશાના કારણે મોત થયું છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જિમ ટ્રેનરના મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.
ઘટના સ્થળે પહોચેલી પોલીસને કારમાંથી ઇન્જેક્શન અને એસ્ટરોઇડની બોટલ તપાસ દરમ્યાન મળી આવી હતી. જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, ઉધના ખાતે આવેલ જીમમાં મૃતક નેઝલ કેરિવાળા જિમ ટ્રેનર તરીકે સેવા આપી રહ્યો હતો.
જો કે મોડી રાત્રે ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવતા મૃતક નેઝલ નશાનો આદિ હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે. જો કે અડાજણ પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જિમ ટ્રેનરની મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.